ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો પરફેક્ટ લૂક માટે અપનાવો આ ટિપ્સ

PC: tqn.com

ઇન્ટરવ્યૂમાં જતા પહેલા આપણે ઘણી બધી બાબતોનો ખ્યાલ રાખતા હોઈ છે, જેમાં ડોક્યુમેન્ટ્સથી લઈને ડ્રેસ, હેર સ્ટાઈલ બધી વસ્તુનો સમાવેશ થાય છે. ઘણી બધી છોકરીઓ મેકઅપ પણ કરવા માગતી હોય છે પરંતુ તેઓ ક્લીયર કરી શકતી નથી કે ઇન્ટરવ્યૂ દરમિયાન કેવા પ્રકારનો મેકઅપ કરવો જોઈએ. અસલમાં આપણો લૂક આપણી પર્સનાલિટી આપણા વિચારને જાહેર કરે છે અને તે દરમિયાન હળવો મેકઅપ કરવો તમારા લૂકને વધારે કોન્ફીડન્સ આપી દે છે. તો ચાલો જોઈ લઈએ ઇન્ટરવ્યૂ દરમિયાન કેવો મેકઅપ કરવો જોઈએ.

ઇન્ટરવ્યૂ માટે જો તમે જવાના હોવ તો તમારે એક દિવસ પહેલા તેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આપણે સામાન્ય રીતે ફેશવોસ અને સાબુથી મોઢું ધોતા જ હોઈએ છે પરંતુ ઇન્ટરવ્યૂમાં જતા પહેલાની આગલી રાતે ચહેરા પર ટામેટાનો રસ લગાડવો જોઈએ અને સવારે તેને સ્ક્રબરની મદદથી ચહેરો ધોઈ નાખવો જોઈએ. ચહેરા પર ફાઉન્ડેશન લગાડવું જોઈએ અને જો તમારા ચહેરા પર ધાગ-ધબ્બા હોય તો કન્સીલરની મદદથી તેને છૂપાવી દેવા જોઈએ.

ઇન્ટરવ્યૂ દરમિયાન વાળનું પણ ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઇન્ટરવ્યૂમાં ખુલ્લા વાળ રાખવાને સારું માનવામાં આવતું નથી આથી વાળમાં તમે પોની અથવા તો પીનઅપ કરીને જઈ શકો છો, જે તમારા લૂકને વધારે ક્લીયર કરશે. તમારા પ્રોફેશન પ્રમાણે પણ તમે તમારા કપડાંની પસંદગી કરી શકો છો.

ઇન્ટરવ્યૂ માટે હંમેશાં હળવો મેકઅપ કરવો જોઈએ કારણ કે વધારે પડતા મેકઅપને અનપ્રોફેશનલ માનવામાં આવે છે. તમારી આંખો પર હળવા પ્રકારનો આઈ શેડો લગાડવો જોઈએ. જો તમારે આઈ શેડો ના કરવો હોય તો તમે માત્ર કાજળ અને મસ્કરા લગાડશો તો પણ તમારી આંખો સારી દેખાશે. ઇન્ટરવ્યૂ માટે તૈયાર થતા પહેલા હોઠ પર ખાંડ અને નારિયેળના તેલને મિક્સ કરી સ્ક્રબીંગ કરી શકો છો અને ઇન્ટરવ્યૂ માટે કોઈ ડાર્ક શેડ પસંદ કરવાને બદલે લાઈટ શેડ પસંદ કરવો જોઈએ.

ઇન્ટરવ્યૂમાં જતા પહેલા આઈબ્રો સેટ કરવી જોઈએ. જો તેમા ગેપ હોય તો આઈ બ્રો પેન્સિલથી તેને ભરી દેવો જોઈએ, તે સિવાય તમારી સાથે હંમેશાં ટિશ્યૂ પેપર અને નાનકડો મિરર રાખવો જોઈ જેથી કરીને રસ્તામાં કોઈ ખરાબી થાય તો તેને સરખી કરી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp