26th January selfie contest

મલાઈકાનો નવો કિલર જિમ લૂક આવ્યો સામે, જુઓ ફોટા

PC: indiatimes.com

મલાઈકા અરોરા બોલિવુડની સ્ટાઈલિસ્ટ એક્ટ્રેસ છે. પોતાની ફિટ બોડીથી લઈને ડાન્સ સુધી ખૂબ જ જાણીતી છે મલાઈકા. તેના લેટેસ્ટ ફોટા ફરી જિમની બહારથી જ આવ્યા છે અને આ ફોટાને જોઈને તમે પણ કહેશો કે તેણે ખરેખર ઉંમરને હરાવી દીધી છે.

કોઈ પાર્ટી હોય, ઈવેન્ટ હોય કે પછી એરપોર્ટ લુક, મલાઈકા સૌના આકર્ષણનું કેન્દ્ર બની જ જાય છે અને આ વખતે ફરી એવું જ થયું.

ભલે તેની લાઈફ ગમે તેટલી બિઝી હોય, પરંતુ મલાઈકા ક્યારેય પોતાના યોગ અને જિમ ક્લાસને મિસ નથી કરતી.

ફિલ્મોની વાત કરીએ તો મલાઈકા 2018માં ફિલ્મ પટાખામાં હેલો હેલો આઈટમ સોંગમાં દેખાઈ હતી.

તે નચ બલિયે, જરા નચ કે દિખા, ઝલક દિખલા જા, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ જેવા ટીવી શોમાં જજ તરીકે કામ કરી ચુકી છે. મલાઈકાએ ગત વર્ષે MTV સુપરમોડલ ઓફ ધ યર પણ હોસ્ટ કરી હતી.

2020માં તે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને જજ કરવા જઈ રહી છે.

હાલ, મલાઈકા અરોરા અર્જુન કપૂરની સાથે પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp