મલાઈકા અરોરાએ એટલી મોંઘી ઘડિયાળ પહેરેલી કે એ કિંમતમાં ખરીદી શકાય 5 કાર
અભિનેત્રી મલાઈકા અરોરાની ફેશન સેન્સ જ નહીં પરંતુ તેની એસેસરીઝની પસંદગી પણ હેડલાઈન્સ બનવામાં પાછળ નથી. તાજેતરમાં, અભિનેત્રીના એરપોર્ટ લૂકની તસવીરો સામે આવી હતી, જેમાં મલાઈકાની મોંઘી ઘડિયાળએ સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું હતું. જ્યારે આ ઘડિયાળની કિંમતની જાણ થઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા.
50 વર્ષની ઉંમરમાં પણ 90ના દાયકાની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાનું ગ્લેમર ઓછું થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ક્યારેક એક્ટ્રેસ પોતાના હોટ લુક્સથી હોશ ઉડાવી દે છે, તો ક્યારેક તે પોતાના કિલર લુક્સથી તેના ચાહકોના દિલો પર છવાઈ જાય છે. હંમેશા લાઈમલાઈટમાં રહેનારી આ એક્ટ્રેસે આ વખતે પોતાની મોંઘી ઘડિયાળથી બધાને ચોંકાવી દીધા છે.
મલાઈકા અરોરા વિશ્વની પ્રખ્યાત ઘડિયાળ બ્રાન્ડ્સમાંથી એક 'કાર્ટિઅર'ની ઘડિયાળ પહેરેલી જોવા મળી છે. જો કે આ પહેલીવાર નથી કે, જ્યારે મલાઈકાનો મોંઘી ઘડિયાળો પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હોય, તે ઘણીવાર આવી લક્ઝરી ઘડિયાળો પહેરતી જોવા મળે છે. જો કે આ વખતે તેની ઘડિયાળ માત્ર ખાસ જ નહી પરંતુ સ્ટાઇલિશ પણ હતી. આ ઘડિયાળની કિંમત એટલી છે કે તમે તે ઘડિયાળની કિંમતથી શોરૂમમાં ઉભા ઉભા 5 કાર સરળતાથી ખરીદી શકો છો.
મલાઈકા અરોરા તાજેતરમાં એરપોર્ટ પર બ્રાઉન કો-ઓર્ડ સેટમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન, અભિનેત્રીના દેખાવની USP તેની મોંઘી ઘડિયાળ હતી. મલાઈકાએ Cartier બ્રાન્ડની Ballon Bleu de Cartier ઘડિયાળ પહેરી હતી. સત્તાવાર સાઇટ પર આ ઘડિયાળની કિંમત 35,300 યુરો લખવામાં આવી છે, જે ભારતીય ચલણ મુજબ 31 લાખ 81 હજારથી વધુ છે.
અભિનેત્રીની હીરા જડેલી ઘડિયાળમાં વાદળી કાબોચૉન રત્ન છે જે એવું લાગે છે કે, જાણે નીલમને તાજની જેમ શણગારવામાં આવ્યો હોય. આ ડાયલ કુલ 0.68 કેરેટના 47 શાનદાર-કટ સફેદ હીરા લગાવીને ઢાંકી દેવામાં આવ્યું છે. આનાથી ઘડિયાળને રોયલ લુકની સાથે સાથે એલિગન્ટ ટચ પણ મળ્યો.
કાર્ટિયર ઘડિયાળો ઉદ્યોગપતિઓથી લઈને સેલિબ્રિટી સુધી દરેકને ખુબ પસંદ છે. આ એક ફ્રેન્ચ લક્ઝરી ઘડિયાળ બ્રાન્ડ છે, તેની ઘડિયાળોની ન્યૂનતમ કિંમત લાખોથી શરૂ થાય છે. અહેવાલો અનુસાર, 2.8 બિલિયન ડૉલર એટલે કે રૂ. 23,240 કરોડની આવક સાથે કાર્ટિયર મોંઘી ઘડિયાળની બ્રાન્ડ્સમાં બીજા નંબરે સૌથી વધુ વેચાતી બ્રાન્ડ છે.
મલાઈકાની 33 mmની મોંઘી ઘડિયાળનો બેલ્ટ રોઝ ગોલ્ડથી બનેલો છે. જે સંપૂર્ણ શુદ્ધ સોનું નથી પણ તેમાં તાંબુ મિક્સ કરવામાં આવ્યું છે. તેને પિંક ગોલ્ડ અથવા રેડ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં, મલાઈકા દ્વારા પહેરવામાં આવેલી ઘડિયાળ ડાયલ અને બેલ્ટના રંગને મેચ કરીને વધુ ઉત્તમ લાગી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp