માનુષીને પૃથ્વીરાજની સંયોગીતાનો લૂક આપવામાં જાણો કેટલો સમય લાગ્યો

PC: indiatimes.com

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે માનુષી છિલ્લરે કામ કર્યું છે. જેણે વર્ષ 2017મા મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. 'પૃથ્વીરાજ' નીડર અને શક્તિશાળી રાજા પૃથ્વીરાજ ચૌહાણની જિંદગી અને તેમની વીરતા પર આધારિત ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર પૃથ્વીરાજનું પાત્ર નિભાવી રહ્યો છે, જ્યારે માનુષી છિલ્લર પૃથ્વીરાજની પ્રેમિકા રાજકુમારી સંયોગીતાની ભૂમિકામાં દેખાશે. હવે માનુષી છિલ્લરે 'સમ્રાટ પૃથ્વીરાજ'ના એક સિક્વન્સ વિશે જણાવ્યું છે, જેના માટે 25 લોકો તેને તૈયાર કરવા માટે લાગ્યા હતા.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન માનુષી છિલ્લરે જણાવ્યું કે, ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'નું વેડિંગ સિક્વન્સ એ સૌથી લાંબો શૉટ હતો. જેના માટે 25 લોકોએ મળીને તેને ત્રણ કલાકમાં તૈયાર કરી. માનુષી કહે છે કે, મેકઅપમાં વધુમાં વધુ 20 મિનિટનો સમય લાગ્યો, કારણકે ડિરેક્ટર રાજકુમારી સંયોગીતાને જેટલું બની શકે તેટલું નેચરલ બતાવવા માગતા હતા, પરંતુ વાળ અને કોસ્ટ્યૂમને સેટ કરવામાં કલાકો લાગી ગયા. સિક્વન્સ માટે મને તૈયાર કરવા અને મારા પર કામ કરવાવાળા લોકોની એક ફોજ હતી.

તે આગળ જણાવે છે કે, 'કોઈ મારા હાથો પર આલ્તો લગાવી રહ્યું હતું, તો કોઈ મારા પગમાં. કોઈ મારા કોસ્ટ્યૂમ સીવી રહ્યું હતું, કોઈ મારા વાળને સરખા કરી રહ્યું હતું, કોઈ મારું મેકઅપ બરાબર કરી રહ્યું હતું, કોઈ મને જ્વેલરી પહેરાવી રહ્યુ હતું. ત્યાં અગણિત લોકો હતા, જે મારા કોસ્ટ્યૂમ અને જ્વેલરીના સ્તરો સરખા કરવામાં લાગ્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

માનુષી છિલ્લરે જણાવ્યું કે, મને પૃથ્વીરાજના કોસ્ટ્યૂમ સારા લાગ્યા, કારણ કે, તે એકદમ રીયલ લાગી રહ્યા હતા, પરંતુ તે ભારે હતા. જ્વેલરી ખુબ જ ભારે હતી. મારા સ્વયંવર માટે એક દુપટ્ટો હતો, જે મારા માથા પર રાખવામાં આવ્યો હતો. તે પણ ખુબ જ ભારે હતો અને મને માથુ, ગરદન અને પીઠના ઉપરના ભાગમાં સમસ્યા થવા લાગી. હું મારા માથાને સીધું નહીં રાખી શકતી હતી. આ માટે દર વખતે જ્યારે અમે કોઈપણ સીનનું શૂટિંગ રોકતા હતા, તો બે લોકો આવીને દુપટ્ટાને ઉઠાવી લેતા હતા જેના કારણે બધો ભાર મારા માથા પર નહીં પડે. સમ્રાટ પૃથ્વીરાજનું નિર્દેશન ડૉ.ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ કર્યું છે અને આ ફિલ્મ 3 જુન 2022ના રોજ હિન્દી સહિત તમિલ અને તેલુગૂ ભાષામાં રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp