26th January selfie contest

નીતા અંબાણી પાસે છે એકથી એક ચઢિયાતી જ્વેલરી, ફોટોમાં જુઓ જ્વેલરી કલેક્શન

PC: aajtak.in

દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની પોતે પણ બિઝનેસની દુનિયામાં જાણીતું નામ છે. બિઝનેસની સાથે નીતા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને લાઈફસ્ટાઈલને લીધે પણ ઘણી ચર્ચામાં રહે છે. આજે અમે તમને નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનમાંથી કેટલાંક કિંમતી એવી જ્વેલરી અંગે વાત કરશું જે કદાચ નીતા સિવાય જ બીજા કોઈ પાસે હશે.

નીતા અંબાણી ઘણી વખત પોતાના લુક્સ અને જ્વેલરીની સાથે એક્સપરીમેન્ટ કરતી જોવા મળે છે. નીતા અંબાણીને તૈયાર થવાનો ઘણો શોખ છે અને પોતાને સારા દેખાડવા માટે નીતા અંબાણી એક થી એક ચઢિયાતા હીરામાંથી બનેલી જ્વેલરી પહેરેલા જોવા મળે છે. આ ફોટામાં તમને જોવા મળશે કે નીતા અંબાણીએ લાલ કલરની સાડી પહેરી છે અને તેની સાથે ડાયમંડ અને મોતીની જ્વેલરીને ટીમ અપ કરી છે. તેની સાથે જ નીતા અંબાણી પોતાના મોટા ડાયમંડવાળી રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

નીતા અંબાણીને જ્વેલરીની સાથે ડિઝાઈનર કપડાં પહેરવાનો પણ ઘણો શોખ છે. નીતા અંબાણીના જ્વેલરી કલેક્શન પર નજર નાખીએ તો તમને જોવા મળશે કે તેમને ગોલ્ડ કરતા પ્લેટીનમ અને ડાયમંડ વધારે પસંદ છે. આ ફોટામાં તમે નીતા અંબાણીના ગળામાં મોટા મોટા હીરા અને અસલી કુંદનનો હાર જોઈ શકો છો. આ બધા હીરા અને કુંદન સોનામાં જડેલા છે. આ લુક સાથે નીતાએ મોટા ઈયર પીસ અને હાથમાં કડા અને રીંગ સાથે પોતાના લુકને પૂરો કર્યો છે.

નીતા અંબાણી મોટેભાગે પોતાના દરેક ફોટામાં પોતાની જ્વેલરી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ ફોટામાં તમને રેડ કલરના ડ્રેસની સાથે નીતા અંબાણી પોતાની ડાયમંડની રીંગ અને ઈયરરીંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. વેસ્ટર્ન કપડાં હોય કે ટ્રેડિશનલ નીતા અંબાણી દરેક લુક સાથે પોતાની કિંમતી જ્વેલરી પહેરતી જોવા મળે છે.

આ ફોટામાં તમે નીતા અંબાણીને વન પીસ ડ્રેસની સાથે ગ્રીન એમરેલ્ડનો સેટ પહેરેલો જોઈ શકો છો.

નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનમાં કિંમતી સેટ પણ સામેલ છે. આ હેવી નેકલેસની સાથે કાનમાં ઘણા મોટા અને સુંદર ઈયરપીસને પહેરવામાં આવ્યા છે. કદાચ જ બીજી કોઈ મહિલા પાસે આટલી બધી સંખ્યામાં જ્વેલરીનું કલેક્શન જોવા મળશે.

નીતાના આ લુકમાં માંગ ટીકાથી લઈને નથ અને હાથમાં પણ ડાયમંડથી બનેલી જ્વેલરી પહેરેલી જોવા મળી રહી છે.

જ્યારે નીતા અંબાણીના બીજા ડાયમંડ કલેક્શન પર નજર નાખીએ તો આ ફોટામાં તેમણે માત્ર નાકમાં નથ અને કાનમાં લાંબી ઈયરીંગ્સ પહેરી છે, ગળામાં કંઈ જ પહેર્યું નથી. આમ કરવાથી તેમના ડિઝાઈનર કપડાંની સાથે જ્વેલરી પણ લોકોના અટ્રેક્શનનું કારણ બની હતી.

જ્વેલરીમાં નીતા અંબાણીને સૌથી વધુ માંગ ટીકો અને નથ પસંદ છે. તેની સાથે નીતા અંબાણી હાથમાં પણ હંમેશા મોંઘા અને રોયલ કડા પહેરેલી જોવા મળે છે.

નીતા અંબાણીએ પ્રિયંકા ચોપરાની સંગીત સેરેમનીમાં ઘણો જ સુંદર એવો કુંદનનો હાર પહેર્યો હતો. તેણે આ કુંદનનો સેટ લહેરીયા સાથે મેચ કરીને પહેર્યો હતો. નીતા અંબાણીનો આ લુક પણ ઘણો વાયરલ થયો હતો. ઘરના ફંક્શનમાં નીતાએ મોટા મોટા ડાયમંડથી જડેલો હાર પહેર્યો હતો, જેને જોતા જ સૌ કોઈની નજર કેની પર અટકી જતી હતી.

નીતા અંબાણીને પોતાની જ્વેલરીને પોતાના આઉટફીટ સાથે ઘણી સારી રીતે મેચ કરીને પહેરવાનું પસંદ છે. નીતા અંબાણીનો પોતાના પુત્ર આકાશ અંબાણીના લગ્ન વખતનો લુક પણ ઘણો વાયરલ થયો હતો. જેમાં નીતા અંબાણીએ લાલ કલરના આઉટફીટ સાથે વ્હાઈટ અને ગ્રીન કલરની એમરેલ્ડ જ્વેલરીનો સેટ પહેર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ સેટ નીતા આંબાણીનો સૌથી મોંઘો સેટ છે.

નીતા અંબાણીએ પોતાની પુત્રી ઈશા અંબાણીની દાંડિયા નાઈટ માટે પણ સુંદર લહેંગા સાથે કુંદન, ગ્રીન સ્ટોન, મોતી અને ડાયમંડ વર્કવાળો સેટ પહેર્યો હતો.

તે સિવાય છોકરાના લગ્નમાં નીતા અંબાણીએ માંગ બિંદી, હેવી ઈયરીંગ્સ અને 5 લેયરવાળું નેક્લેસ પહેર્યું હતું. આકાશ અંબાણીના લગ્નમાં નીતા અંબાણી ઘણા જ સુંદર દેખાઈ રહ્યા હતા. તે સિવાય નાતી કોઈ પણ સ્ટાર પાર્ટી અથવા ઈવેન્ટમાં જાય છે તો તેમનો લુક જોવા માટે બોલિવુડના સિલેબ્સ પણ ઘણા આતુર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp