વર્કઆઉટથી હાર માની ચૂકેલા લોકો સિક્સ પેક એબ્સ માટે કરાવી રહ્યા છે સર્જરી

PC: instagram.com

થાઈલેન્ડમાં લોકો સર્જરી કરાવીને સિક્સ પેક એબ્સ બનાવી રહ્યા છે. આ એવા લોકો છે, જે સિક્સ પેક મેળવવા માટે ભારે વર્કઆઉટ કરી રહ્યા હતા, પરંતુ તેમને સફળતા નહોતી મળી. આ એબ ઈમ્પ્લાન્ટ સર્જરી અંતર્ગત પહેલા પેટની ચારેબાજુ ફેલાયેલી ચરબીને દૂર કરવામાં આવે છે, જેથી સિક્સ પેક બહાર આવી શકે. થાઈ વેબસાઈટ કોકોનટ્સના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા એકદમ કારગર છે. સર્જરી બાદ બોડી એકદમ નેચરલ દેખાય છે. સિક્સ પેક એબ્સની અસર પણ લાંબા સમય સુધી બની રહે છે.

સિક્સ પેક એબની સર્જરીનો દાવો કરી રહેલા બેંગકોકની એ હોસ્પિટલનું નામ માસ્ટરપીસ છે. આ એવી હોસ્પિટલ છે, જ્યાં કોસ્મેટિક સર્જરી કરવામાં આવે છે. હોસ્પિટલનો દાવો છે કે, સર્જરીમાં 3થી 4 કલાકનો સમય લાગે છે. આ પ્રક્રિયામાં સિલિકોન ઈમ્પ્લાન્ટ કરવામાં નથી આવતા, કારણ કે સિલિકોન લગાવ્યા બાદ બોડી સારી નથી દેખાતી. હોસ્પિટલનું કહેવું છે કે, સર્જરીમાં 2 લાખ 60 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે.

હોસ્પિટલના CEO સર્જન રાવીવાત મૈસચમાદોએ કહ્યું હતું કે, અમે આ સર્જરી 3-4 વર્ષોથી કરી રહ્યા છીએ. અમને પણ થાઈલેન્ડની અન્ય હોસ્પિટલોની જેમ લાઈસન્સ મળ્યું છે. અમને દર મહિને 20-30 લોકો તરફથી સિક્સ પેક સર્જરીની રિક્વેસ્ટ મળી રહી છે. આ સર્જરી માટે હોસ્પિટલમાં 90 ટકા લોકો એવા આવે છે, જે રોજ જિમમાં વર્કઆઉટ કરે છે, પરંતુ તેમના પેટ પરની ચરબી ઓછી નથી થતી અને તેઓ સિક્સ પેક એબ્સ મેળવી નથી મેળવી શક્યા. આ ઉપરાંત, દરેક વ્યક્તિ ઓછાં સમયમાં અને વધુ મહેનત કર્યા વિના પાતળા થવા માગે છે.

હવે દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકારની સર્જરી કરવામાં આવી રહી છે, પરંતુ તેમને કરાવનારા લોકો પોતાની ઓળખ છૂપાવી રાખવા માગે છે. થાઈલેન્ડમાં આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે મોડલ ઓમે પેંગપાપર્ણે સિક્સ પેક એબ્સ સર્જરી કરાવ્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો.

હોસ્પિટલનો દાવો છે કે, આ સર્જરીથી શરીરને કોઈ નુકસાન નથી થતું. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો દર્શાવે છે કે, સર્જરી બાદ રિકવરી પ્રક્રિયા ખૂબ જ દર્દભરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp