આ ગુજરાતી બિઝનેસમેને માર્કેટિંગમાં બધાને માત કરી દીધા છે
તમે ટીવી પર જાહેરખબર જોઇ હશે, ક્યાં ચલ રહા હૈ? ફોગ ચલ રહા હૈ. આ એક આઇડિયાને કારણે ડિઓ માર્કેટમાં ગુજરાતી બિઝનેસમેનનું નામ છનાઇ ગયું હતું. ફોગ ડિઓડરંટની આ પ્રોડક્ટ પાછળ ગુજરાતી બિઝનેસમેન દર્શન પટેલનું ભેજું હતું. દર્શન પટેલ પાસે માર્કેટિગંની કોઇ મોટી મોટી ડિગ્રી નથી, પરંતુ માર્કેટિંગ કરવામાં માર્કેટિંગ ગુરુઓને પણ માત કરી દીધા છે.
બિના ગેસ વાલા ડીઓ અને ફોગ ચલ રહા હૈની જાહેરાત કરીને ફોગ આજે ડિઓ માર્કેટમાં ધૂમ મચાવે છે. આ પહેલા દર્શન પટેલે પારસ ફાર્મા શરૂ કરેલી અને તેની પ્રોડક્ટ પણ ખાસ્સી પોપ્યુલર હતી. તેમણે મૂવ, ક્રેક, ઇચગાર્ડ, ડેમીકૂલ, ડી-કોલ્ડ જેવી પ્રોડક્ટ મુકેલી. એ પછી પારસ ફાર્માને તેમણે 3260 કરોડ રૂપિયામાં વેચી નાંખી હતી હવે તેમની કંપનીનું નામ વીની કોસ્મેટીક્સ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp