ઓફિસમાં અલગ દેખાવા માટે ટ્રાય કરો આ એસેસરીઝ

PC: youtube.com

ઓફિસમાં એક જેવા કપડાં અને એસેસરીઝ પહેર્યા કરવાથી કંટાળો આવી જતો હોય છે. તો તમારા ઓ બોરિંગ લૂકને થોડાક બદલાવ કરી તમે ઓફિસમાં લોકોના એટ્રેક્શનનું કારણ બની શકો છો. ઓફિસમાં નવા એક્સપરીમેન્ટ કરવાની સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે મજાકનું કારણ ન બનો. તો ચાલો જોઈએ એવી કેટલીક એસેસરીઝ જેનો યુઝ કરી તમે તમારા ઓફિસના બોરિંગ લૂકને સ્ટાઈલિશ બનાવી શકશો.

રિસ્ટ વોચ- ઓફિસમાં રિસ્ટ વોચ પહેરવાથી એક અલગ જ લુક મળે છે. માર્કેટમાં પણ હવે તો અલગ અલગ પ્રકારની વોચ મળતી હોવાથી તમે તમારા પ્રોફેશનના હિસાબે તેને પસંદ કરી શકો છો.

ક્લચઃ ઓફિસમાં મોટેભાગે આપણે હેન્ડબેગ લઈ જવાનું પસંદ કરતા હોઈએ છે પરંતુ જ્યારે તમારે ઓફિસમાં કોઈ મિટીંગ કે ફંકશન અટેન્ડ કરવાનું હોઈ ત્યારે તમારા કપડાંને મેચ થતા ક્લચનો પણ ઉપયોગ કરી શકો છો.

ઈયરરિંગ્સઃ મોટેભાગે મહિલાઓ પોતાના કપડાં બેગ્સ પર વધઆરે ધ્યાન આપતી હોય છે અને તેની સાથે અન્ય નાની પણ મહત્ત્વની એવી વાતોને ભૂલી જતી હોય છે. જેમાં ઈયરરિંગ્સ આવી જતી હોય છે. ઓફઇસમાં તમારા રોજના કપડાં અનુસાર તમે ઈયરરિંગ્સ પણ પસંદ કરી શકો છો. અલગ અલગ કપડાં સાથે અલગ અલગ ઈયરરિંગ્સ ટ્રાય કરવાથી તમારો લુક એકદમ ક્લાસી બની જશે.

ફુટવેરઃ શિયાળાની સિઝનમાં તમે લેધર ફુટવેર ટ્રાય કરી શકો છો. આ સાથે સ્નીકર્સ અને પંપ પણ તમારા લુકને કમ્પલીટ કરે છે. જો તમે હીલ્સ પહેરો તો ખાસ ધ્યાન રાખવો કે ચાલતી વખતે તે અવાજ ના કરતી હોય.

બ્લેઝરઃ શિયાળામાં રોજ અલગ દેખાવું એક ટાસ્ક છે. અને શિયાળામાં ઠંડી હોવાને લીધે તમે ઓફિસ જતી વખતે બ્લેઝર, સ્વેટશર્ટસ અથવા તો વિન્ટરમાં પહેરી શકાય તેવા સ્કાર્ફ પણ પહેરી શકો છો.

બેલ્ટઃ બેસ્ટ માત્ર જીન્સમાં પહેરવામાં આવે તે સમય ગયો. હવે તમે અલગ પ્રકારના બેલ્ટને ઈન્ડિયન ડ્રેસની સાથે વેસ્ટર્ન ડ્રેસ પર પણ ટ્રાય કરી શકો છો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp