સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે ઘી, આ રીતે કરો તેનો ઉપયોગ

PC: nargismagazine.az

સ્કિનની દેખભાળને લઇને હર કોઇ ચીંતામાં રહે છે અને સતર્ક પણ રહે છે. સુંદર દેખાવુ દરેકને સારુ લાગે છે. પરંતુ ઘૂળ માટી અને પ્રદૂષણના કારણે ત્વચા પર કોઇ સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે જેમકે ખીલ, દાગ ધબ્બા અને બ્લેકહેડ્સ. આ સમસ્યાને ઓછી કરવા માટે અને સ્કિનની રંગત અને ચમક વધારવા માટે લોકો ઘણા પ્રકારના સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ આ પ્રોડક્ટમાં ઘણા કેમિકલ હોય છે જે સ્કિનની સમસ્યાને વધારી દેતા હોય છે. ઘણીવાર આ પ્રોડક્ટના ઉપયોગના કારણે સ્કિન પર સોજો અને જલન પણ થવા લાગે છે. એવામાં ઘી નો ઉપયોગ તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થશે. ઘી માં રહેલ પોષક તત્વ ત્વચાને પોષણ પ્રદાન કરે છે.

શુષ્કતા (સુકી) દૂર કરે છે

ઘી સ્કિનને હાઇડ્રેડ કરે છે અને શુષ્કતાને ઓછી કરવામાં મદદ કરે છે. આમાં બધા સારા ફૈટી એસિડ હોય છે જે સ્કિનની કોશિકાઓમાં હાઇડ્રેડ માટે આવશ્યક હોય છે.

મોશ્ચ્યુરાઇઝ કરે છે.

ઘી સ્કિનને આવશ્યક ફૈટી એસિડ પ્રદાન કરે છે જે તેને અંદરથી મોશ્ચ્યુરાઇઝ કરવા માટે આવશ્યક છે. જો તમારી સ્કિન રોજ શુષ્ક પડી જાય છે, તો તમારા ખોરાકમાં ઘીનો ઉમેરો કરો.

રંગત વધારે છે

ઘી શરીરને ઘણા આવશ્યક પોષક તત્વોની સાથે પોષણ પ્રદાન કરે છે, જે તમને સ્વસ્થ અને મજબૂત રાખે છે. એમાં રહેલ વિટામીન ઇ અને કે સ્કિનને પ્યૂરિફાઇ કરે છે, જેથી સ્કિનની રંગત અને ચમક વધે છે.

ઉંમર વધવાના લક્ષણ ઓછા કરે છે

ઘી સૌથી સારુ પ્રાકૃતિક એન્ટી-એજિંગ હોય છે. એ સ્કિનની અંદર પ્રવેશ કરે છે જેનાથી કોશિકાઓ સ્વસ્થ અને યુવાન બની જાય છે. સ્કિનની વધતી ઉંમરના લક્ષણોને ઓછુ કરવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp