52 કરોડ રૂપિયાની છે આ હેન્ડબેગ, જાણો કોના ચામડામાંથી બની છે અને શું છે ખાસ

PC: boarini-milanesi.com

ભારતમાં સૌથી અમીર પરિવારોમાં અંબાણી પરિવાર આવે છે, આ પરિવાર પાસે બેહિસાબ ધન છે. પરિવારના દરેક મેમ્બર પાસે ખૂબ જ કિંમતી વસ્તુઓનો ખજાનો છે. મીડિયા રિપોર્ટમાં નીતા અંબાણીના સૌથી મોંઘા પર્સની કિંમત 2 કરોડ 60 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં દુનિયાના સૌથી મોટા પર્સની તસવીરો સામે આવી છે. આ પર્સની કિંમત એટલી વધારે છે કે એકવાર તો મુકેશ અંબાણીના પણ હોશ ઊડી જશે. જોકે પત્નીના પ્રેમમાં થઈ શકે કે તેઓ તેને ખરીદી પણ લે, પરંતુ સામાન્ય લોકો માટે તેને ખરીદી શકવું અસંભવ છે. ઇટાલિયન બ્રાન્ડે આ હેન્ડબેગને લોન્ચ કરી છે. સૌથી ખાસ વાત કે કંપની આ બેગના માત્ર 3 જ પીસ માર્કેટમાં ઉતારશે.

હવે અમે તમને જણાવી દઈએ છીએ આ પર્સની કિંમત. આ એક પર્સની કિંમત રાખવામાં આવી છે 52 કરોડ 31 લાખ 67 રૂપિયા. હા આ પર્સની કિંમત જ લોકોને હેરાન કરી રહી છે. આવો તો આજે અમે તમને જણાવીએ છીએ કે આખરે આ પર્સને કઈ વસ્તુથી તૈયાર કરવામાં આવ્યું છે, જેણે આ બેગની કિંમત વધારી દીધી છે. ઈટાલીના બોઆરિની મિલનેસી આ હેન્ડ બેગના 3 પીસ બનાવશે. તેની કિંમત સાંભળીને બધા જ હેરાન છે.

આ દુનિયાની સૌથી મોંગી હેન્ડબેગ છે. તેનો એક પીસ બનાવવામાં 1 હજાર કલાકનો સમય લાગશે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ બેગ આટલી કિંમતી કેમ છે? ઉલ્લેખનીય છે કે તેને મગરની ચાંબડીમાંથી બનાવવા આવશે. સાથે જ તેમાં 10 પ્લેટિનમ પતંગિયાની જોડી જડવામાં આવશે. જેમાં 4ને હીરાથી અને 3ને પન્નાથી સજાવવામાં આવશે. તેનું લોક પણ હીરાથી બનાવવામાં આવશે, આ બેગનો વાદળી રંગ મહાસાગરને દર્શાવે છે.

સાથે જ આ બેગ વેચાવા પર કંપની દરેક બેગ પર 7 કરોડ 2 લાખ રૂપિયા ડોનેટ કરી દેશે. આ પૈસાથી મહાસાગરમાં પ્લાસ્ટિકના કચરાની સફાઇ કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે. કંપનીના કો-ફાઉન્ડર મટિયો રોડોલ્ફો મિલનેસીએ જણાવ્યું હતું કે આ બેગ તેના પિતા માટે એક શ્રદ્ધાંજલિ છે. તે બાળપણમાં પોતાના પિતા સાથે સમુદ્રમાં રમતો હતો, પરંતુ યુવાનીમાં તેણે પોતાના પિતાને ગુમાવી દીધા.

તેમણે આગળ કહ્યું કે હવે તેમને સમુદ્રમાં માત્ર પ્લાસ્ટિક જ નજરે પડે છે. ખાસ કરીને મહામારી દરમિયાન તેમણે સમુદ્રમાં માસ્ક અને ગ્લવ્સના ઢેર જોયા છે. એવામાં તેઓ આ પૈસાને ડોનેટ કરીને સફાઈમાં કંટ્રીબ્યુટ કરવા માંગે છે. પર્સમાં લાગેલો દરેક પથ્થર સમુદ્ર અને મહાસાગરને દર્શાવે છે. તેમ બ્લૂ સફાયર સમુદ્રની ઊંડાઈ દેખાડે છે, જ્યારે હીરા પારદર્શી પાણીના ટીપાં દેખાડે છે. Boarini Milianesi કંપનીની સ્થાપના વર્ષ 2016મા થઈ હતી.

તે પોતાના દરેક પ્રોડક્ટને લિમિટેડ માત્રામાં બનાવે છે. સાથે જ માત્ર ક્વોલિટી પર ફોકસ કરે છે. તેમણે જણાવ્યું કે આ બેગને તેમના ક્લાયન્ટ્સના ઓર્ડર પર બનાવવામાં આવશે અને તેના પર તેમનું નામ લખવામાં આવશે. આ પર્સની અંદરનો ભાગ શાકભાજી જોવા દેખાતા ચંબડાનો બનાવવામાં આવશે. સાથે જ તેમાં ઊનનો પ્રયોગ પણ કરવામાં આવશે. સાથે જ જ્યારે પર્સને બનાવવામાં આવશે. ત્યારે ક્લાયન્ટ વીડિયો કોલ પર જોઈ પણ શકે છે.

સાથે જો તેને એમ લાગે કે આ વસ્તુ બદલવા જેવી છે તો એ જણાવી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં દુનિયાની સૌથી કિંમતી હેન્ડબેગ Mouawas 1001 Nights diamond purse છે, જે દિલ આકારની છે. તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેમાં 4517 હીરા લાગેલા છે, સાથે જ તેને બનાવવા માટે 10 લોકોને 800 કલાક લાગ્યા હતા. તેની કિંમત 23 કરોડ 44 લાખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp