ભારતમાં હવે માત્ર ફોન જ નહીં સ્પોર્ટ શૂ પણ લોન્ચ કરશે Xiaomi

PC: bgr.in

ચીની ટેક કંપની Xiaomi ભારતમાં સ્પોર્ટ શૂ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ તેનું ટીઝર પણ બહાર પાડ્યું છે. ચીની માર્કેટમાં સ્માર્ટ શૂ પહેલાથી જ અવેલેબલ છે. મળતી માહિતી અનુસાર, Mi Sport Shoeની કિંમત ભારતમાં 2999 રૂપિયા હશે. ચીનમાં મળતા આ સ્માર્ટ શૂથી તે અલગ હોઈ શકે છે. ચીનમાં Xiaomi Mijia Sneakers 2 મળે છે, તેની કિંમત 199 યુઆન (આશરે 2110 રૂપિયા) છે. એક વાત જણાવી દઈએ કે, આ Sneakerમાં ચિપ નથી અને તે સ્માર્ટ Sneaker નથી.

Twitter પર Xiaomiએ તેનું એક ટીઝર પોસ્ટ કર્યું છે અને તેની સાથે #BFF હેશટેગ પણ છે. Best foot forward ફ્રેઝની સાથે તેને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. કિંમત નક્કી નથી અને લોન્ચ ડેટ વિશે પણ માહિતી હાલ ઉપલબ્ધ નથી. આ મહિને કંપની Redmi Note 7 પણ લોન્ચ કરશે. સંભવ છે કે, બંને પ્રોડક્ટ એક સાથે જ લોન્ચ થાય.

ચીનમાં વેચાતા Xiaomi Mijia Sneakers 2માં 5-1 Uni- molding ડિઝાઈન આપવામાં આવી છે. ચીનમાં આ સ્માર્ટ શૂ પાંચ કલર વેરિયન્ટ્સની સાથે લોન્ચ થયા હતા. તેમા બ્લેક, ફ્લોરલ બ્લૂ, ગ્રે અને વ્હાઈટ સામેલ છે. Xiaomi ભારતમાં સ્માર્ટફોન ઉપરાંત અન્ય પ્રોડક્ટ્સ પર પણ ફોકસ કરી રહી છે. TV, રાઉટર, લગેજ, CCTV કેમેરા, સ્પીકર્સ જેવા પ્રોડક્ટ્સ પણ ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ Xiaomiએ ફોકસ ક્યૂબ પણ લોન્ચ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp