કોહલીએ જે ચશ્મા પહેર્યા છે તેની કિંમત જાણી ચોંકી જશો
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને તમે આ ચશ્મામાં ઘણીવાર જોયો હશે, પણ તમને આ ચશ્મા વિશે શું ખબર છે કે, તેની કિંમત શું છે? આજે અમે તમને વિરાટ કોહલીના ચશ્મા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તેણે ઘણી મેચોમાં મેદાન પર પહેર્યા છે. આ મેચમાં વિરાટ કોહલીએ જે ચશ્મા પહેર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઓકલે કંપનીના છે. જેની કિંમત $150 થી $200 ની વચ્ચે છે. જો તમે ભારતીય રૂપિયામાં જુઓ તો તે 12000 થી 16000 રૂપિયાની આસપાસ હશે. આ વિવિધ શોપિંગ સાઇટ્સ પર દર્શાવેલ કિંમત છે.
મેચ દરમિયાન વિરાટ કોહલી ઘણી વખત એનર્જી બાર ખાતો પણ જોવા મળે છે. વાસ્તવમાં, આ એક પ્રકારનો બાર છે, જે ઈંગ્લેન્ડની એક કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. આ 30 પેક એનર્જી બારની કિંમત લગભગ 4000 રૂપિયા છે. વિશ્વભરના ઘણા એથ્લેટ્સ આ બારનો ઉપયોગ કરે છે.
આ ચશ્માની વિશેષતા એ છે કે તે આંખોને ઠંડી રાખવામાં મદદ કરે છે. તે આંખોને અનેક પ્રકારના હાનિકારક કિરણોથી બચાવે છે. આ સિવાય આ ચશ્મા એટલા સુરક્ષિત છે કે ધૂળ કે ગંદકી આંખોમાં પ્રવેશી શકતી નથી.
કોહલીએ બુધવારે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે મેચ રમી હતી, જેમાં તેેણે ફિફ્ટી ફટકારી હતી, હવે તે વર્લ્ડ કપ માટે નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp