બીચ પર જાઓ ત્યારે ફરજિયાત સાથે રાખવા જેવી બ્યૂટી પ્રોડક્ટ્સ

PC: wegirls.it

દરિયાને પસંદ કરનારા લોકો માટે તેની મુલાકાત લેવાનો કોઈ પણ સમય યોગ્ય હોય છે. બીચ પર જતી વખતે તમારે ઘણી બધી વાતોને ધ્યાનમાં રાખવી પડતી હોય છે. અહીં એવી જ કેટલીક બ્યૂટી પ્રોડક્ટની વાત કરશું જેને તમારી સાથે રાખવી જ જરૂરી.

સનસ્ક્રીન

બીચ પર જાઓ અને સનસ્ક્રીન લગાડો, નહીં તો તમારી સ્કીન તરત જ ટોન થઈ જશે આથી SPF 40+નું સનસ્ક્રીન તમારે લગાડવું જોઈએ.

ટોપી

દરિયા કિનારે સૂર્યના કિરણો આકરા લાગતા હોવાને લીધે તેનાથી બચવા તમે હેટનો ઉપયોગ કરી શકો છો. વિવિધ પ્રકારની હેટ તમારા ફેશનમાં સારી લાગશે.

વેટ વાઈપ્સ

દરિયા કિનારે વધુ સમય પસાર કરવાથી તમારી સ્કીન ડ્રાય થઈ શકે છે અથવા તો તમને ગરમી લાગે ત્યારે વેટ વાઈપ્સ તમને તેમાં ઘણો આરામ આપશે.

સનગ્લાસ

તડકામાં વાદળને આસાનીથી જોવા માટે તમારે સનગ્લાસિસ સાથે રાખવા જોઈએ. UV પ્રોટેક્શનવાળા સનગ્લાસિસથી તમારી આંખોને સૂર્યના કિરણોથી પ્રોટેક્ટ કરે છે.

લીપ બામ

ગરમી અને ઠંડીમાં અથવા બીચ પર બેઠા હોવ ત્યારે તમારા હોઠને હાઈડ્રેટ કરવા માટે તમારે લીપ બામ સાથે રાખવું ઘણું જરૂરી બની જાય છે. જેથી તમારા ફોટામાં તમારા પાઉટ સારા આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp