ડિઝાઈનર મધુ જૈન લઇ આવ્યા યુનિક બામ્બુ સિલ્ક ઇકત

PC: hindustantimes.com

છેલ્લા ત્રણ દાયકાથી ડિઝાઈનર મધુ જૈન ભારતમાં ડિઝાઈન્સને એક સાવ નવું રૂપ તો આપી જ રહ્યા છે પરંતુ તેની સાથે સાથે તેઓ ભારતના ફેશન જગતમાં પોતાની નવી અને યુનિક ડિઝાઈન્સ દ્વારા ક્રાંતિકારી ફેરફારો પણ લાવી રહ્યા છે. મધુ જૈનનો ઇકત અંગેની લાગણી જગજાહેર છે અને તેમણે નવા નવા પ્રકારના ઇકત આપણી સમક્ષ લાવીને બતાવ્યા છે જેમાં ભારતના ભાગલા બાદ ખોવાઈ ગયેલા ઢાકા મુસ્લીન ઇકતને તો તેમણે પુનર્જન્મ આપ્યો છે એમ પણ કહી શકાય.

‘ફર્સ્ટ લેડી ઓફ ઇકત’ તરીકે ઓળખાતા મધુ જૈન હવે લાવ્યા છે દુનિયાનું પ્રથમ બામ્બુ સિલ્ક ઇકત. આ ટેક્સટાઈલ મટીરીયલ તેમણે 14 વર્ષની સતત અને કઠોર મહેનત બાદ બનાવ્યું છે. તેમણે ઇન્ડોનેશિયા, ઉઝબેકિસ્તાન અને ભારતની ઇકત ટ્રેડીશનને ખુબ સુંદર રીતે ભેળવી છે અને તેને મધુ ભવિષ્યના ટેક્સટાઈલ ગણાવે છે કારણકે તેમાં એન્ટી બેક્ટેરીયલ તત્વો પણ રહેલા છે. આ ઉપરાંત તેમાં રહેલા UV પ્રોટેક્ટીંગ તત્વો ભારતીય વાતાવરણ માટે એકદમ ફીટ બેસે છે.

મધુના જણાવ્યા અનુસાર બામ્બુ ફેબ્રિક એ ગરીબોનું ફેબ્રિક છે અને તે બાયોડીગ્રેડેબલ અને ઈકોફ્રેન્ડલી હોવા ઉપરાંત નોન ટોક્સિક પણ છે જ્યારે તેનો સૌથી મોટો ફાયદો છે તેની ઓછી કિંમત.

ભારત દુનિયામાં બામ્બુ ઉત્પાદિત કરતો બીજો સૌથી મોટો દેશ છે અને મધુનું માનવું છે કે બામ્બુ સિલ્કના પ્રચારથી બામ્બુની ખેતી કરતા ખેડૂતોનું જીવનધોરણ ઘણું ઉંચું આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp