શિયાળામાં આ જેકેટ પહેરી દેખાવ સ્ટાઈલિશ

PC: fashioncold.com

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ઠંડી પણ વધતી જાય છે. શિયાળામાં યંગસ્ટર્સને કન્ફ્યુઝન હોય છે કે શું પહેરવું અને શું ન પહેરવું. અમુકને લાગે છે કે શિયાળામાં એમુક જ પ્રકારના કપડાં પહેરવા પડશે પરંતુ એવું નથી. આજકાલ માર્કેટમાં શિયાળાની સિઝનમાં પણ ઘણા પ્રકારના અલગ કપડાં પહેરી શકાય છે. તેમાં પણ ઠંડીથી બચવા માટે જેકેટ બધા જ પહેરતા હોય છે. હવે જેકેટમાં પણ ઘણી વેરાયટી જોવા મળે છે તો ચાલો જોઈએ એવા જ કેટલાંક જેકેટ...

  1. લેધર જેકેટ્સ શિયાળા સિવાય બારે મહિના માટે એવરગ્રીન માનવામાં આવે છે. પહેલાના સમયમાં પુરુષો આ જેકેટ વધુ માત્રામાં પહેરતા હતા પરંતુ હવે મહિલાઓમાં પણ લેધર જેકેટ્સ ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. આ જેકેટ કોઈ પણ કપડાં સાથે સૂટ થઈ જતું હોવાથી તે તમારા લુકને એકદમ અલગ કરી દેશે.
  2. જો તમારે રફ એન્ડ ટફ લુક જોઈતો હોય તો ડેનિમ જેકેટથી બહેતર કોઈ સારો ઓપ્શન નથી. બ્લૂ કલર સિવાય બ્લેક અનેો ઓફ વ્હાઈટ કલરના શેડ્સ પણ ટ્રાય કરી શકાય છે. જ્યારે મહિલાઓ ડેમિના જેકેટની સાથે ચેરી, બ્રાઉન, પીંક કલરને પણ ટ્રાય કરી શકે છે.
  3. સ્પોર્ટી લુકમાં રહેવાવાળા માચે શૈલ જેકેટ એકદમ પરફેક્ટ છે. જેકેટની ઝીપને તમે ગળા સુધી બંધ કરીને સપુર્ણ કવર પણ કરી શકો છો. બ્લૂ ડેનિમ સાથે આનું કોમ્બિનેશન ઘણું સારું લાગે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp