દશા મા, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશોત્સવ તહેવારોની ઉજવણી અંગે મોટો નિર્ણય

PC: google.co.in

વર્તમાન વર્ષે આગામી સમયમાં દશામાં માતાજીના મૂર્તિ સ્થાપના તથા વિસર્ઝન તથા શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી તેમજ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના-વિસર્જનને ધ્યાને લઈન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામા પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામા અનુસાર તા.સુરત જિલ્લા(ગ્રામ્ય વિસ્તાર)માં તા.20/7/2020 થી તા.2/9/2020 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે

(1) દશામાં માતાજી ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની માટીની મૂર્તિ તથા શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહીતની 02 (બે) ફૂટ કરતા વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

(2) દશામાં માતાજી, ભગવાન શ્રીકૃષ્ણની તથા શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મુર્તીઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની 02 (બે) કુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

(3) મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ રહેશે.

(4) મૂર્તિઓની સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ રહેશે.

(5) કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

(6) મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે.

(7) હાલમાં વિશ્વમાં કોવિડ-19 કોરોનાની મહામારી ચાલતી હોય જેથી સરકારની ગાઇડલાઇન મુજબ કોઇપણ જાતના સામાજીક કે ધાર્મીક કાર્યક્રમ/મેળાવડા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

જેથી,

(1) દશામાં માતાજી, ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ તથા શ્રીગણેશ મહોત્સવ અનુસંધાને જાહેરમાં મંડપ કે પંડાલ બાંધવા નહીં. તેમજ સોસાયટીના કોમન પ્લોટમાં, રસ્તા-શેરીમહોલ્લા જેવા બહારના સ્થળોએ મૂર્તિ સ્થાપના કરવી નહી.

(2) મોટી સંખ્યામાં લોકોને એકઠા કરી જાહેરમાં ઉજવણી ફરવી નહી.

(3) વિસર્જન શોભાયાત્રા કાઢવી નહીં અને ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp