પાટણમાં પરંપરાગત ભવાઈ દ્વારા નવરાત્રિની ઉજવણી

રાજ્યમાં વર્ષો જૂની ભવાઈની પરંપરા લુપ્ત થઈ રહી છે પરંતુ રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે. હાલમાં રાજ્યમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે પાટણમાં દરજી સમાજ દ્વારા નવરાત્રિ પર્વની ગરબે ઘૂમીને નહિ પણ વિવિધ વેશભૂષા ધારણ કરીને ભવાઈના રૂપમાં રજૂ કરવામાં આવી રહી છે.

નવરાત્રિ પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. શક્તિરૂપી જગદંબાની ઉપાસના અને ભક્તિમાં ભક્તો લીન બન્યા છે, ત્યારે પાટણમાં દરજી સમાજ દ્વારા નવરાત્રી પર્વની ગરબે ઘૂમીને નહિ પણ વિવિધ વેશભૂષા ધારણ કરી નાના ભૂલકાઓથી લઈ મોટેરાઓ ભવાઈ રમી 150 વર્ષ જૂની પરંપરા જાળવી રહ્યાં છે.

પાટણ શહેરમાં આવેલી સાગોટાની શેરીમાં વર્ષોથી દરજી પરિવારો વસવાટ કરે છે. અહીં રહેતા પરિવારોના વડવાઓએ આશરે 150 વર્ષ પહેલા નવરાત્રિમાં પાંચમ, છઠ્ઠ અને સાતમના રોજ ભવાઈ યોજી માતાજીનું કરવઠું કરી નવરાત્રિ પર્વમાં મા અંબાની આરાધના અને ઉપાસના કરે છે. જે પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે.

આ પરંપરા જાળવી રાખવા ત્રણ વર્ષના નાના બાળકથી લઈ વયોવૃદ્ધ પણ ગોરખ જોગણી, વણઝારો, રામાયણ સહિતના પાત્રો ભજવે છે અને માતાજીના પર્વની ઉજવણી કરે છે. સાથે જ વેશભૂષા ધારણ કરનાર પરિવારના સભ્યો પણ પોતાને ધન્ય માની ઉમંગ સાથે પાત્રો ભજવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp