જાણો દિવાળીના તહેવાર પર કેટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે

PC: news18.com

દિવાળીના તહેવારની ઉજવણી લોકો ફટાકડા ફોડીને કરતા હોય છે. ત્યારે દિવાળીમાં કેટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે તે બાબતે એક મહત્ત્વની માહિતી સામે આવી છે. દિવાળીના તહેવારમાં રાત્રે 8 વાગ્યાથી લઇ 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત નવા વર્ષને ક્રિસમસના દિવસે રાત્રે 11.55થી દોઢ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. રાજ્યમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર લોકોને ગ્રીન અને માન્યતા પ્રાપ્ત થતા ફટાકડા ફોડવાની જ મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ જાહેરનામાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે, દિવાળી સિવાય જો અન્ય દિવસે ફટાકડા રાતના સમયમાં ફરવામાં આવશે તો તે ગેરકાયદેસર ગણાશે.

આ બાબતે ફટાકડા વેચાણ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગ્રીન અને માન્યતા પ્રાપ્ત ફટાકડા વેચાણ કરી શકશે અન્ય ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં.

તો બીજી તરફ જાહેરનામામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારો સાયલેન્ટ ઝોન ગણવામાં આવશે. જેથી આ વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં. જે લોકો ફટાકડા ફોડે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરવા તેને વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

તો બીજી તરફ પેટ્રોલ પંપ, LPG પંપ, ગેસ સ્ટોરેજ કે પછી અન્ય જ્વલનશીલ પદાર્થ જે જગ્યા પર હોય તેવા ગોદામો કે, સ્થળોના ફટાકડા ફોડી શકાશે નહીં. ચાઇનીઝ તુક્કલ અને આતીશબાજીના ઉત્પાદન કે, વેચાણ કરી શકાશે નહીં. ચાઇનીઝ તુક્કલ ઉડાડી શકાશે નહીં. ઇલેક્ટ્રિક થાંભલા નજીક 50 ચોરસ ફૂટની ત્રિજયામાં ફટાકડા અને દારૂગોળો ફોલી શકાશે નહીં. આ જાહેરનામાનો જે પણ લોકો ભંગ કરશે તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જાહેર રસ્તા પર ફટાડવા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp