કેવી રીતે થઈ રક્ષાબંધન ઉજવવાની શરૂઆત, શું છે તેનું ધાર્મિક મહત્ત્વ

PC: google.com

ભાઈ-બહેનનાં પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન. રક્ષાબંધનનાં દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈ પાસેથી પોતાની રક્ષાનું વચન માગે છે. શ્રાવણ સુદ પૂનમે ઉજવાતાં રક્ષાબંધનને સૌ ભાઈ-બહેન પ્રેમપૂર્વક ઉજવે છે. પરંતુ, શું તમે તેની પાછળની સાચી સ્ટોરી જાણો છો? રક્ષાબંધનની શરૂઆત ક્યારે થઈ તેની એક રસપ્રદ સ્ટોરી છે.

રાજસૂય યજ્ઞનાં સમયે ભગવાન શ્રી કૃષ્ણને દ્રોપદીએ રક્ષા સૂત્રનાં રૂપમાં પોતાની ઓઢણીનો ટૂકડો બાંધ્યો હતો. ત્યારબાદથી બહેન દ્વારા ભાઈને રાખડી બાંધવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે બ્રાહ્યણો પોતાનાં યજમાનોને રાખડી બાંધીને તેમનાં માટે મંગળકામના કરે છે. આ દિવસે વેદપાઠી બ્રાહ્યણો યજુર્વેદનાં પાઠનો આરંભ કરે છે, આથી આ દિવસે શિક્ષણ મેળવવાનો પ્રારંભ કરવાને શુભ માનવામાં આવે છે.

કેવી રીતે મનાવશો રક્ષાબંધનનો તહેવાર?

  • થાળીમાં કંકુ, ચંદન, ચોખા, દહીં, રક્ષાસૂત્ર અને મિઠાઈ મૂકો.
  • ઘીનો એક દીવો પણ મૂકો, જેનાંથી ભાઈની આરતી કરવી.
  • રક્ષાસૂત્ર અને પૂજાની થાળી સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરો.
  • ત્યારબાદ, ભાઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મોઢું રાખીને બેસાડો.
  • પહેલા ભાઈને તિલક કરો, પછી રક્ષાસૂત્ર બાંધીને આરતી કરો.
  • પછી ભાઈને મિઠાઈ ખવડાવી ભાઈની મંગળકામના કરો.
  • રક્ષાસૂત્ર બાંધતી વખતે ભાઈ તથા બહેને માથું ઢાંકેલું રાખવું.
  • રક્ષા બાંધ્યા બાદ માતા-પિતા અને ગુરુનાં આશીર્વાદ લીધા બાદ સામર્થ્ય અનુસાર બહેનને ઉપહાર આપો.
  • ઉપહારમાં એવું વસ્તુઓ ન આપો જે બંને માટે મંગળકારી હોય, કાળાં કપડાં ન આપવા.

રક્ષાસૂત્ર અથવા રાખડી કેવી હોવી જોઈએ?

  • રક્ષાસૂત્ર ત્રણ દોરાનું હોવું જોઈએ.
  • લાલ, પીળો અને સફેદ.
  • જો સફેદ દોરો ન હોય તો લાલ અને પીળો દોરો તો હોવો જ જોઈએ.
  • રક્ષાસૂત્રમાં ચંદન હોય તો તે ખૂબ જ શુભ ગણાય.

આ વખતે રક્ષાબંધનનાં મુહૂર્ત

આ વર્ષે 26મી ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનનાં દિવસે ભદ્રા નહીં રહે.

પરંતુ પૂર્ણિમાની તિથિ સાંજે 5.26 વાગ્યા સુધી જ રહેશે.

આથી, આ વખતે સવારે 6.10થી સાંજે 5.25ની વચ્ચે જ ભાઈને રાખડી બાંધી દેવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp