દુનિયામાં સૌથી મોટું ભારતનું સંવિધાન છે,તેને બનાવતા 2 વર્ષ 11 મહિનાનો સમય લાગેલો

PC: twitter.com

લગભગ સો વર્ષ અંગ્રેજોની હુકુમત હેઠળ ગુલામીની બેડીઓથી મુક્ત થઇને 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે અસંખ્ય આઝાદીના ઘડવૈયાઓ, લડવૈયાઓ, ક્રાંતિકારીઓએ જીવનના બલિદાન આપ્યા હતા.

આઝાદીના એક વર્ષ પહેલા, 9 ડિસેમ્બર 1946ના રોજ એ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતનું પોતાનું બંધારણ હશે. આ માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. તા.26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતના બંધારણને મંજૂરી આપી. બંધારણ બનાવવા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. 26 જાન્યુઆરી 1950માં, ભારત સરકાર અધિનિયમ (1935)ને દૂર કરીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારત એક સર્વભૌમ, લોકશાહી ગણતંત્રની ઘોષણા 26 જાન્યુઆરી 1950ના રોજ થઇ હતી. ગણતંત્ર દિન ભારતના ત્રણ રાષ્ટ્રીય પર્વમાંનુ એક છે. જ્યારે આ દિવસે ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

સ્વતંત્ર ભારત પ્રજાસત્તાક બન્યું અને દેશમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. તેના અમલીકરણ માટે 26મી જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે આ દિવસે 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કર્યું હતું.

ભારત રાજ્યોનો એક સંઘ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિધાનના મુજબની સરકાર છે. ઈ.સ. 1757થી 1947 સુધી બ્રિટિશ શાસન હતું. બ્રિટિશ શાસન દરમિયાન આર્થિક, રાજકીય અને સામાજિક શોષણની અસર ભારતીય સ્વતંત્રતા ચળવળના ધીમે ધીમે વધારો વિદેશી નિયમથી સ્વતંત્રતા મેળવવા માટે મદદ કરી હતી.

ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમા 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે. કેન્દ્રીય કાર્યપાલિકાના સંવૈધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારત સંવિધાનની ધારા 79ના મુજબ, કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનુ સદન લોકસભાના નામથી ઓળખાય છે.

બીજા વિશ્વયુધ્ધની સમાપ્તિ પછી જુલાઈ 1945માં ભારત સંબંધી પોતાની નવી નીતિઓ જાહેર કરી અને ભારતને સંવિધાન સભાના નિર્માણ માટે એક કેબિનેટ મિશન ભારત મોકલ્યુ, જેમા ત્રણ મંત્રીઓ હતા. 15 ઓગસ્ટ, 1947માં ભારત આઝાદ થયા પછી આ સંવિધાન સભાની જાહેરાત થયા બાદ તેણે પોતાનુ કાર્ય 9 ડિસેમ્બર 1947થી પ્રારંભ કરી દીધુ હતું. સંવિધાન સભાના સભ્યો ભારતના રાજ્યોની સભાઓના નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા પસંદગી પામ્યા હતા. જવાહરલાલ નહેરૂ, ડો.બાબાસાહેબ આંબેડકર, ડો.રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામાપ્રસાદ મુખર્જી, મૌલાના આઝાદ વગેરે આ સભાના મુખ્ય સભ્યો હતા. આ સંવિધાન સભાએ 2 વર્ષ, 11 મહિના, 18 દિવસમાં કુલ 166 બેઠક કરી આ બેઠકમાં પ્રેસ અને જનતાને ભાગ લેવાની સ્વતંત્રતા હતી.

24 જાન્યુઆરી 1950ના રોજ તમામ સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર બાદ 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ દેશમાં અમલી બનાવવામાં આવ્યું અને ડો.રાજેન્દ્રપ્રસાદ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ 26મી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને 1950થી દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp