ગોકુળ આઠમ પર આ વર્ષે 27 વર્ષ બાદ મહાસંયોગ, આ રાશિઓને થશે ફાયદો

PC: lh3.googleusercontent.com

કૃષ્ણએ વસાવેલી નગરી દ્વારકામાં પ્રથમ વખત એવું બનશે કે, મંદિરમાં બંધ બારણે કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે. મંદિર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસને કારણે આ વખતે આઠમનો મેળો પણ રદ્દ કરાયો છે. બીજી તરફ પ્રવાસન સ્થળ ઉપર પણ તાળા છે. પણ આ વખતે આઠમ પર મહાસંયોગ રચાતા સારા સમાચાર આવ્યા છે. ઉજવણી ભલે બહાર ન થઈ શકે પણ રાશિફળ મળવાને કારણે મોટા લાભ અવશ્ય થશે. જે આવનારા ભાવિ માટે અનેક રીતે ફાયદારૂપ નીવડશે.

તા.11 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની અનેક મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. જોકે, આ વખતે અષ્ટમીનિ તિથિ 11-12 ઓગસ્ટ એમ બે દિવસ સુધી રહેશે. તેથી કેટલાક સ્થાને તા.12 ઓગસ્ટના રોજ પણ જન્માષ્ટમીની ઉજવળી થશે. આ વખતે કૃષ્ણ જન્મોત્સવનું પર્વ પણ ખાસ રહ્યું છે. કારણ કે,27 વર્ષ બાદ એક અદભૂત સંયોગ બની રહ્યો છે. વર્ષ 1993 બાદ જન્માષ્ટમી પર પહેલી વખત બુધાષ્ટમી અને સર્વાર્થ સિદ્ધિ યોગ છે. જ્યોતિષો કહે છે કે, તુલા, મકર અને મીન રાશિને આનાથી સીધો ફાયદો થશે.

મેષઃ મેષ રાશિના જાતકોના લાંબા સમયથી અટકી ગયેલા કામ પૂર્ણ થશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી અડચણ પણ દૂર થશે. ગાયના દૂધથી કૃષ્ણની પૂજા કરવાથી ફાયદો થશે. પંચામૃતથી કૃષ્ણની ઉપાસના કરવાથી લાભ થશે.

વૃષભઃ આ રાશિના જાતકોના ઐશ્વર્યમાં વૃદ્ધિ થશે. ઘરમાં સુખકારી વધશે. લસ્સીથી બાળગોપાલનો અભિષેક કરવો. આ રાશિના જાતકો કૃષ્ણને સફેદ માખણનો ભોગ ધરાવે. કૃષ્ણને સફેદ રંગ ખૂબ પ્રિય છે. આ રાશિના સ્વામિ શુક્રને પણ સફેદ રંગ ખૂબ ગમે છે. એનાથી તે ખૂબ પ્રસન્ન થાય છે.

મિથુનઃ લાંબા સમયથી રહેલી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારા તમામ કાર્ય પણ પૂર્ણ થશે. આ રાશિના જાતકો ભગવાન કૃષ્ણને મિશ્રીનો ભોગ ધરાવે. શેરડીના રસથી પણ આ રાશિના જાતકો અભિષેક કરી શકે છે.

કર્કઃ જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. રોગમાંથી પણ મુક્તિ મળશે અને અનેક યોજનાઓનો પણ લાભ મળી રહેશે. દુધમાં તુલસી નાંખી ભગવાનને ભોગ ધરવાથી ફાયદો થશે. કાચા દૂધથી પ્રભુનો અભિષેક કરવો.

સિંહઃ વિવાહમાં વિલંબની સમસ્યાઓ ખતમ થઈ જશે. વૈવાહિક જીવનમાં પણ ખુશી આવશે. સિંહ રાશિના જાતકોએ કૃષ્ણને હિંચકો નાંખવો. કેસર બરફીનો ભોગ ધરવો અને ગુલાબના શરબતથી કૃષ્ણનો અભિષેક કરવો.

કન્યાઃ આ રાશિના જાતકો માટે હવે ભાગ્યોદય થશે. વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવશે. કન્યા રાશિના જાતક કૃષ્ણને લાડુનો ભોગ અર્પણ કરે. શેરડીના રસથી પ્રભુનો અભિષેક કરે.

તુલાઃ તુલા રાશિના જાતકો માટે પૈસા સંબંધી મુશ્કેલીઓ દૂર થશે. રૂપિયા પૈસાને લઈને ચિંતાઓ દૂર થશે. આ રાશિના જાતકો કૃષ્ણને સફેદ માખણનો ભોગ અર્પણ કરે. લસ્સીથી કૃષ્ણનો અભિષેક કરે.

વૃશ્ચિકઃ તમારા તમામ કામ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે. આ રાશિના જાતક ભગવાન કૃષ્ણને ગાયના દૂધનો ભોગ અર્પણ કરે. આ સિવાય પંચામૃતથી પણ અભિષેક કરે.

ધનઃ આ રાશિના જાતકોને સગા સંબંધીઓ પાસેથી ગુડ ન્યુઝ મળશે. પરિચિતો સાથે વાદ-વિવાદ ખતમ થશે. ધન રાશિના જાતકો કૃષ્ણને બેસનની બર્ફીનો ભોગ અર્પણ કરે. હળદરવાળા દૂધથી બાળ ગોપાલને અભિષેક કરે.

મકરઃ મકર રાશિના જાતકોની એકાગ્રતામાં વધારો થશે. અભ્યાસમાં તેઓ આગળ વધશે. કેરિયરમાં પ્રગતિ થશે. આ રાશિના જાતકો કૃષ્ણને હિંચકો નાંખે. ગંગાજળથી કૃષ્ણનો અભિષેક કરે.

કુંભઃ કુંભ રાશિના જાતકોની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે. ઘરમાં ખુશીનું વાતાવરણ ઊભું થશે. ઘરના સભ્યોનો ભાગ્યોદય થશે. આ રાશિના જાતકો શુદ્ધ ઘીની મીઠાઈ દ્વારકાધીશને અર્પણ કરે. પંચામૃતથી એમનો અભિષેક કરવાનો રહેશે.

મીનઃ મીન રાશિના જાતકોને વ્યાપારમાં સફળતા મળશે. મોટા વિધ્ન પણ દૂર થશે. બેસનની બર્ફીથી કૃષ્ણને ભોગ અર્પણ કરે. કેસર યુક્ત દૂધથી કૃષ્ણનો અભિષેક કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp