અંગ્રેજોએ આપ્યું હતું ફરમાન અને આજે પણ નથી હોળી રમતા અહિંયાના લોકો

PC: essexstudent.com

સમગ્ર ભારતમાં રંગોનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે, ત્યારે દેશની કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં હોળીની ઉજવણી નથી કરવામાં આવતી. અંગ્રેજોના એક ફરમાનને કારણે આજે પણ મધ્ય પ્રદેશના અમુક વિસ્તારમાં હોળીનો તહેવાર નથી મનાવવામાં આવતો. કહેવાય છે કે, હોળીના દિવસે જ અંગ્રેજોએ લક્ષ્મીબાઇના દીકરા દામોદાર રાવને અંગ્રેજોનો ઉત્તરાધિકારી માનવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યાર બાદ લક્ષ્મીબાઇએ હોળી નહોતી મનાવી અને ત્યાંના લોકોએ પણ તેમનો સાથ આપ્યો હતો.

જેના કારણે આજે પણ ઝાંસીના અમુક વિસ્તારમાં લોકો હોળી નથી ઉજવતા. જો કે હોળી મનાવવાની લોકોની સંખ્યામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે.

Image result for rani laxmi bai

વાત એવી છે કે, 21 નવેમ્બર 1853ના રોજ ઝાંસીના રાજા ગંગાધર રાવના મૃત્યુ બાદ ત્યાંની કમાન લક્ષ્મીબાઇએ સંભાળી હતી. ગંગાધર રાવે નિધન પહેલા જ એક બાળકને દત્તક લીધું હતું અને તેને ઉત્તરાધિકારી ઘોષિત કર્યો હતો, પરંતુ અંગ્રેજોએ તેને ઉત્તરાધિકારી માનવાનો ઇનકાર કરી દીધો હતો અને અંગ્રેજોએ જે દિવસે આ વાતની જાહેરાત કરી હતી તે હોળીનો દિવસ હતો, એટલા માટે અમુક લોકો હોળી નથી ઉજવતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp