2500 વર્ષ જૂના મઠના શંકરાચાર્ય બનશે વિજયેન્દ્ર, 14 વર્ષની ઉંમરે લીધો હતો સંન્યાસ

PC: intoday.in

કાંચીના કામકોટી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવારે નિધન થયું હતું. તેમના પછી હવે વિજયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 70મા શંકરાચાર્ય બનશે. શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી 83 વર્ષના હતા, તેમના દર્શન માટે લાકો લોકોની ભીડ ઉમટી હતી. વિજયેન્દ્ર, જયેન્દ્ર સરસ્વતીના શિષ્ય હતા. હવે તેઓ કાંચી કામકોટીના પીઠાધિપતિ છે.

પીઠના પ્રમુખને શંકરાચાર્યનું પદ આપવામાં આવે છે. વિજયેન્દ્ર હવે 482 ઈસ. પૂર્વે બનેલા મઠના પ્રમુખ છે, જેની સ્થાપના શંકરાચાર્યે કરી હતી. કાંચીના શંકરાચાર્ય તરીકે હવે વિજયેન્દ્ર વેદાંતના પ્રવક્તા બનશે. તેમનો જન્મ 1969મા કાંચીપુર નજીક થંડલમમાં થયો હતો. તેમનું બાળપણનું નામ શંકરનારાયણ છે. વિજયેન્દ્રના પિતા કૃષ્ણમુર્તિ શાસ્ત્રી વેદોના જાણકાર છે, તેઓ તામિલનાડુના પોલુરની એક શાળામાં ઋગ્વેદ ભણાવતા હતા. વિજયેન્દ્રે 14 વર્ષની ઉંમરમાં 1983મા જયેન્દ્ર સરસ્વતીને પોતાના ગુરુ માન્યા હતા અને સંન્યાસ લીધો હતો. જયેન્દ્ર સરસ્વતીએ તેમને શિષ્યના રૂપમાં સ્વીકાર કરીને તેને ઉત્તરાધિકારીના પદ પર ઘોષિત કર્યા હતા.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp