26th January selfie contest

શું તમારા અમૂલ શક્તિ દૂધમાં દુર્ગંધ આવી રહી છે?

સુરતમાં અમૂલ શક્તિ દૂધમાં આવતી દૂર્ગંધના કારણે સુરતીઓ પરેશાન છે. સુમુલ સહકારી દૂધ મંડળી દ્વારા વિતરણ કરવામાં આવે છે ત્યારે તેમના પેકેજીંગમાં સૌથી મોટો પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે. છેલ્લા અઠવાડીયામાં સુરતના દરેક વિસ્તારમાં અમૂલ શક્તિ દૂધ વાપરતા સ્થાનિકોની ફરીયાદ છે કે તેઓને છેલ્લા એક અઠવાડીયાથી દૂધની અંદર ક્લોરીન જેવી ભયંકર દુર્ગંધ આવે છે. જયારે તેઓએ સુમુલની ઓથોરીટી સાથે તેઓએ વાતચીત કરી ત્યારે તેઓએ એવો જવાબ આપ્યો હતો કે હમણાં અમૂલ શક્તિની જગ્યાએ તમે ગોલ્ડ દૂધ વાપરજો. ત્યારે દૂધ તો નાના બાળકોથી માંડીને સૌ કોઇ પીતુ હોય છે ત્યાર સુરતના દરેક દૂધ પીતી જનતા માટે ખતરા જનક હોવા છતા પણ સુમુલના સત્તાધારીઓએ કોઇ ખુલાસો કર્યો નથી.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp