મહાશિવરાત્રિ: કેવી રીતે બને છે પંચામૃત, થાય છે આ 5 ચમત્કારી લાભ

PC: khabarchhe.com

મહાશિવરાત્રિના પર્વએ ભગવાન શિવને રિઝવવા પૂજા અર્ચન કરશે, તેમજ પ્રસાદ પણ ગ્રહણ કરશે ત્યારે, પ્રસાદ તરીકે વપરાતા પંચામૃત વિશે વાત કરીએ તો, પૂજામાં પંચામૃતનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો સાથે સાથે આ પંચામૃત સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ ઘણું ફાયદાકારક છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવા જઇએ તો પંચામૃત પ્રભાવશાળી છે.

મહાશિવરાત્રિ હોય કે પછી હોય જન્માષ્ટમીનો તહેવાર, અથવા તો અન્ય પૂજા અર્ચના પણ પંચામૃતનો કરવામાં આવે છે ઉપયોગ. આ પ્રસાદને સૌથી શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. પંચામૃતનો અર્થ થાય છે પાંચ.

અમૃત, પાંચ અલગ-અલગ વસ્તુઓને મેળવીને પંચામૃત બનાવવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્ય પર ચમત્કારી ફાયદો થાય છે. તો વળી પંચામૃતમાં વપરાતી દરેક વસ્તુઓ પોત પોતાના ગુણધર્મ પણ ધરાવે છે. અને તેથી જ આ ગુણોનો સમન્વય શરીરને અદભૂત ફાયદો કરાવે છે. દુધ, દહી, મધ, ઘી અને તુલસીના પાંદ એમ આ પાંચેય વસ્તુના મિશ્રણથી પંચામૃત બને છે. જેને ગ્રહણ કરવાથી અનેક ગણા ફાયદા થાય છે.

કેવી રીતે બને છે પંચામૃત?

પંચામૃત બનાવવા માટે પાંચ વસ્તુઓની આ રીતે જરૂર પડે છે

  • 500 ગ્રામ દહી
  • 100 ગ્રામ દુધ
  • 1 ચમચી મધ
  • 1 ચમચી ઘી
  • 8 થી 10 તુલસીના પાન

આ પાંચેય વસ્તુઓના મિશ્રણથી બને છે અસરદાર પંચામૃત નામનો પ્રસાદ. જો તમારે આ પંચામૃતમાં મીઠાસ ઉમેરવી હોય તો તમે તેમાં સક્કર અથાવા તો ચિની ઉમેરી શકો છે. આ ઉપરાંત આ પ્રસાદમાં બદામ અને કેસર પણ મેળવી શકાય છે. પરંતુ મુળ રીતે તો આ પંચામૃતમાં પાંચ વસ્તુઓ જ હોય છે જે આપણે ઉપર બતાવી છે.

જાણો પંચામૃતના પાંચ ફાયદા:

દુધ, દહીં, મધ, ધી અને તુલસીના પાંદ મેળવીને બનવવામાં આવતા આ પંચામૃતના ગુણધર્મની વાત કરીએ તો તેના સેવનથી શરીરમાં એક અનેરો ફર્ક જોવા મળે છે.

  1. પંચામૃતનું સેવન કરવાથી શરીર પુષ્ટ અને રોગમુક્ત રહે છે.
  2. પંચામૃતથી જે રીતે આપણે ભગવાનને સ્નાન કરાવીએ છીએ એવી જ રીતે જો ખુદ સ્નાન કરવામાં આવે તો શરીરમાં ચમક વધે છે.
  3. પંચામૃતમાં તુલસીનું પાંદ મેળવીને તેનું નિયમત સેવન કરવામાં આવે તો કેન્સર, હાર્ટએટેક, ડાયાબિટિસ, કબજીયાત અને બ્લડપ્રેસર જેવા રોગોથી બચી શકાય છે.
  4. જો ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તો પંચામૃતનું નિયમિત સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં ઘણો સુધાર આવે છે.
  5. ચહેરાની રંગત નિખારે છે અને ચહેરા પર લાલીમા આવે છે.. ધી અને દુધનું મિશ્રણ માંસપેશીઓને અને સાંધાની સમસ્યાને દુર કરે છે.

અમૃત સમાન પંચામૃતના અનેક ફાયદા છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું પણ કે પંચામૃતનું સેવન માત્ર એટલી માત્રામાં કરવું જેટલા પ્રમાણમાં આપણે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. જો વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેના ગેરફાયદા થાય છે. અને એટલે જ પંચામૃતને અમૃત કહેવામાં આવે છે તેથી તેને અમૃતની જેમ જ બસ પ્રસાદરૂપે ગ્રહણ કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp