જોઇને પણ ચિતરી ચઢે એવું કીડાવાળું ખાવાનું AIIMSના તબીબોને મળતું હતું, જુઓ તસવીરો

PC: twitter.com

દિલ્હીની All India Institute of Medical Sciences.  ( AIIMS )હોસ્પિટલની હોસ્ટેલની મેસની ઘણી તસવીરો સામે આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે Food Safety and Standards Authority of India ( FSSAI)ની તપાસમાં મેસના ભોજનમાં કીડા મળી આવ્યા હતા. આ પછી મેસ બંધ કરી દેવામાં આવી હતી.પરંતુ 1 કલાક બાદ મેસ ફરી ખોલવામાં આવીહતી, તેથી ગુસ્સે ભરાયેલા તબીબોએ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (RDA) એ સંસ્થામાં ઉપલબ્ધ ખોરાકને લઈને મોરચો ખોલ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના અધિકારીઓએ ઘણી અનિયમિતતાઓ અને સ્વચ્છતાની અસંતોષકારક પરિસ્થિતિઓને કારણે AIIMSની હોસ્ટેલ મેસ બંધ કરી દીધી હતી. હોસ્ટેલ મેસના ઘણા ફોટા પણ સામે આવ્યા છે.

હોસ્ટેલની મેસમાં ન તો સ્વચ્છતા છે કે ન તો તાજા શાકભાજી. પરંતુ AIIMS મેનેજમેન્ટે તપાસ કર્યા વિના, તમામ ગેરરીતિઓને નજર અંદાજ કરીને, એક કલાકમાં ફરીથી મેસ ખોલી દીધી હતી.

રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન વતી AIIMS ના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાને આ મામલે એક પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 10 ઓગસ્ટના રોજ FSSAI ટીમના ઓચિંતા નિરીક્ષણ દરમિયાન ખાદ્ય પદાર્થોમાં જંતુઓ મળી આવ્યા હતા.

ત્યારે તમામ લોકોએ દલીલ કરી કે જો આ ગરબડ ચાલુ રહેશે તો સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. RDA ના પ્રતિનિધિઓ, યંગ સોસાયટી (SYS) અને AIIMS સ્ટુડન્ટ્સ એસોસિએશન (ASA) ના વૈજ્ઞાનિકોએ પણ હોસ્ટેલ વોર્ડન, સુરક્ષા અધિકારીઓ અને FSSAI ના અધિકારીની હાજરીમાં નિરીક્ષણ કર્યું હતું.

RDA પ્રમુખ ડૉ. જસવંત જાંગડાએ જણાવ્યું કે Eat Right Campus પહેલ હેઠળ FSSAI અધિકારીઓએ હોસ્ટેલની મેસની તપાસ કરી હતી. નિરીક્ષણ કરનાર FSSAI અધિકારીઓ સાથે રેસિડેન્ટ ડોકટરોએ પણ હોસ્ટેલ વહીવટીતંત્રને તેમની સહીઓ સાથે પત્ર પર તેમની સમીક્ષા મોકલી હતી.

ડો.જસવંત જાંગડાએ જણાવ્યું કે મેસમાં લાંબા સમયથી ગેરરીતિઓ થઈ રહી છે. મેસમાં માલના સપ્લાય કરનારને પણ વારંવાર ચેતવણી આપવામાં આવી છે. પરંતુ તેમાં કોઈ સુધારો થતો નથી.

ડૉ. વિનય કુમારે આ બાબતે ટ્વિટ કર્યું. તેમણે મેસમાં હાજર વસ્તુઓનો ફોટો પણ શેર કર્યો અને લખ્યું- AIIMSનું ભોજન એટલું નિમ્ન કક્ષાનું અને ગંદુ છે કે ખાવાનું મન ન થાય.

પરંતુ ફરજ અને કામના દબાણ હેઠળ અમે બધા આ દૂષિત ખોરાક ખાવા માટે મજબૂર છીએ. જ્યારે અમે અમારો અવાજ ઉઠાવ્યો અને FSSAI ના અધિકારીઓના નિરીક્ષણ પછી મેસ બંધ કરાવી, તો 1 કલાકમાં મેસ ખોલ્યા પછી, અમારી સામે જ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી.

ડો. વિનય કુમારે આ મામલે વધુ એક ટ્વિટ પણ કર્યું છે. તેમણે લખ્યું કે, સારું અને શુદ્ધ ભોજન અમારો અધિકાર છે. અમે આના માટે પૈસા આપીએ છીએ,તેથી જ્યારે અમને ખરાબ અસ્વચ્છ ખોરાક મળશે, અમે અમારો અવાજ તો ઉઠાવીશું જ.  તમે AIIMSમાં અમને રહી શકશો નહીં એવું કહીને અમને ડરાવશો નહીં. કોઇકની મિલીભગત છે કે મેસનો માસિક કઇ પણ બોલી દે છે.કોની મિલીભગત છે એ બધાને ખબર છે, પરંતુ ડરના માર્યો બોલે કોણ?  પરંતુ, અમે તો બોલીશું, તમારામાં તાકાત હોય તો અમને ચૂપ કરી બતાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp