Recipe: અળસીના શક્કરપારા

PC: tarladalal.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 30 મિનિટ

સામગ્રીઃ

¼ કપ કરકરો અળસીનો પાવડર

1 કપ ઘઉંનો લોટ

1 ટે.સ્પૂન તેલ

1 ટે.સ્પૂન મિક્સ હર્બ્સ

મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીતઃ

એક બાઉલમાં તમામ સામગ્રી ભેગી કરી જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધી લો. આ લોટને 15 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે ઢાંકીને મૂકો. હવે લોટના મોટા લુઆ લઈ મોટો રોટલો વણી લો અને તે ચપ્પુના મદદથી શક્કરપારાનો શેપ આપી દો. પછી કાંટાની મદદથી તેમાં કાણા પાડી દો. હવે આ શક્કરપારાને બેકિંગ ટ્રેમાં ગોઠવી પ્રી-હીટ કરેલા ઓવનમાં 15 મિનિટ સુધી 180 ડિગ્રી સેં. એ બેક કરવા મૂકો. પછી તેને સર્વિંગ ડીશમાં કાઢી સર્વ કરો. વધારાના શક્કરપારાને એરટાઈટ કન્ટેઈનરમાં ભરીને 2-3- દિવસ સુધી વાપરી શકો છો.

   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp