ગરમ રોટલી આપણને કંઈક સમજાવે છે...

PC: werecipes.com

(Utkarsh Patel) 

તમે ગરમ રોટલી તો ખાધી જ હશે. કયાં કયાં ખાધી ? ઘરમાં આપની માતા બહેન કે પત્નીના હાથની રોટલી ખાધી હશે. હોટલમાં વેઈટર દ્વારા પીરસાયેલી રોટલી ખાધી હશે. ઘરે આપની માતા બહેન કે પત્ની દ્વારા આપ જ્યારે જમતા હશો ત્યારે ગરમ ગરમ ખાવાનું પીરસાતું હશે અને કદાચ વહેલું બની ગયું હોય તોયે વાસી તો નહીં જ હોય. હવે જ્યારે તમને થાળીમાં બેની ત્રીજી રોટલી આગ્રહ પૂર્વક આપવામાં આવે ત્યારે તમે માન રાખવા માટે ત્રીજી રોટલી ખાઈ લેતા હશો પછી પણ આગ્રહ થાય તો ગુસ્સે થઈને ના પાડી દેતા હશો. માનો કે ના માનો પણ ચોક્કસથી એવું જ કરતા હશો.

હોટલમાં જમવાનું ઓર્ડર કરશો ત્યારે વેઈટરને વ્યક્તિ પ્રમાણે ગણીને ઓર્ડર કરતા હશો અને એ મુજબ વેઇટર તમને ગરમ ગરમ રોટલી પીરસતો પણ હશે. પણ ક્યારેય વેઈટરે તમને ઘરે જે આગ્રહ થાય એમ કહ્યું ખરું કે એક રોટલી વધારે જમો હું વધારાની રોટલીનું બીલ નહીં લઉ?! ત્યાં તમે હસતા મોઢે ના પાડશો કે બસ બીજી રોટલી નથી જોઈતી!

આ ગરમ રોટલી આપણને કંઈક સમજાવે છે... ઘરે જ્યારે રોટલી પીરસાય છે ત્યારે પ્રેમ અને આગ્રહ હોય છે જેની આપણે કદર કરતા નથી અને હોટલમાં જ્યાં માત્ર ગણતરીની રોટલી પછી બીલ પકડાવી દેવામાં આવે છે ત્યાં આપ હસતા મોઢે બીલ ચૂકવો છો!. હું બસ એટલું જ કહેવા માંગું છું કે ઘરની અન્નપૂર્ણાને આદર ભાવથી વ્યવહાર કરો કેમ કે ત્યાં નિઃસ્વાર્થ ભાવે રોટલી પીરસાય છે અને હોટલમાં બીલ વાળું સ્વાર્થ ભાવે રોટલી પીરસાય છે.

સમયસર રોટલી અને પુરતું અન્ન નસીબવંતાને મળતું હોય છે. એટલે અન્ન અને અન્ન પીરસનારી અન્નપૂર્ણાનું માન જાળવીએ એ ખૂબ જરૂરી છે.
સંસારમાં કોઇ ભૂખ્યું ના રહે અને ભૂખ્યાને અન્નદાતા મળે એજ ભાવ સાથે આ વિચાર રજૂ કરી રહ્યો છું.

નાની સરખી સમજ જીવનમાં સુખ અને પ્રેમ ભરીદેતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp