સુરતમાં 10 દિવસ માટે કાશ્મીર ફુડ ફેસ્ટિવલ

PC: Khabarchhe.com

ઇચ્છાપોર જીઆઇડીસીમાં આવેલી મેરિયોટ ગ્રુપની કોટયાર્ડ રેસ્ટોરન્ટમાં 16 ફેબ્રુઆરીથી 10 દિવસ માટે કાશ્મીર ફુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ચાલનારા ફુડ ફેસ્ટિવલને પોશમાલ નામ આપવામાં આવ્યું છે. જેમાં કાશ્મીરની વિવિધ વાનગીઓ પીરસવામાં આવશે. મીડિયાને માહિતી આપતા શેફ રાહુલ વલીએ કહ્યું કે, અમે આ વાનગીઓમાં લસણ, ટામેટા કે કાંદાનો ઉપયોગ કરવાના નથી, તેને બદલે ટેસ્ટ જળવાઇ રહે તેના માટે કાશ્મીરી ઇન્ગ્રિડિયન્ટનો ઉપયોગ કરીશું.

કાશ્મીરી ફુડમાં વેજીટેરિયન અને નોન વેજ બંને રાખવામાં આવ્યા છે. રાહુલ વલીએ કહ્યું કે, અમે કાશ્મીરનું પાણી લઇને આવ્યા છીએ, કારણકે પાણી ટેસ્ટ માટે ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.

કાશ્મીરી ફુડ ફેસ્ટિવલની વાનગીઓ શેફ રાહુલ વલી અને શેફ સિદરપ્રીત સિંહ કાલરા દ્રારા તૈયાર કરવામાં આવશે. કાશ્મીરની જાણીતી વેજ વાનગીઓ બુઝીથ ચમન અને નાદુર કબાબ, કાશ્મીરી પુલાવ એવી અનેક વાનીગઓનો રસાસ્વાદ સુરતીઓને માણવાં મળશે. કાશ્મીરનો ફેમસ કાવો પણ ફુડ ફેસ્ટિવલમાં રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp