ઓનલાઇન ઓર્ડર કરીને મગાવેલી બિરયાની ખાતા યુવતીનું મોત, મંત્રીએ આપ્યા તપાસના આદેશ

PC: twitter.com

કેરળના કાસરગોડમાં ફૂડ પોઇઝનિંગથી 20 વર્ષીય એક યુવતીના મોતની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ, આ યુવતીએ સ્થાનિક હૉટલમાંથી બિરયાનીની એક વેરાયટી ‘કુંઝિમંથી’ મંગાવી હતી. જેને ખાધા બાદ શનિવારે તેનું મોત થઇ ગયું. આ છોકરીની ઓળખ પેરૂંબાલાની રહેવાસી અંજુ શ્રીપાર્વતીના રૂપમાં થઇ છે. આ ઘટનાને લઇને કાસરગોડના લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને હૉટલ મલિક પર સખત કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અંજુએ કુંઝિમંથીનું સેવન કર્યું હતું, જેને તેણે 31 ડિસેમ્બરના રોજ કાસરગોડમાં રોમાન્સિયા નામની એક રેસ્ટોરાંમાંથી મંગવી હતી. બિરયાની ખાધા બાદ તે બીમાર થઇ ગઇ અને ત્યારથી તેની સારવાર ચાલી રહી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, યુવતીના માતા-પિતાએ આ સંબંધમાં ફરિયાદ કરી છે અને ત્યારબાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. અંજુ શ્રીપાર્વતીની સારવાર એક ખાનગી હૉટલમાં ચાલી રહી હતી.

અહીંથી તેને કર્ણાટકના મંગલુરુમાં એક અન્ય હૉસ્પિટલમાં લઇ જવામાં આવી. અહીં તેનું મોત થઇ ગયું. હવે આ ઘટના પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે આ ઘટનાના સંબંધમાં તપાસના આદેશ આપી દીધા છે. તેમણે પથનમથિટ્ટામાં રિપોર્ટ્સથી કહ્યું કે, ખાદ્ય સુરક્ષા કમિશનરને ઘટનાના સંબંધમાં રિપોર્ટ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે કહ્યું કે, ઝેરી ભોજન માટેની આરોપી હૉટલનું લાઇસન્સ ખાદ્ય સુરક્ષા અને માનાંક અધિનિયમ (FSSA) હેઠળ રદ્દ કરવામાં આવશે.

આ અગાઉ આ જ અઠવાડિયાની શરૂઆતમાં કોટ્ટાયમ મેડિકલ કૉલેજમાં એક નર્સનું ઝેરી ભોજન કરવાથી મોતની ઘટના સામે આવી હતી. કહેવામાં આવ્યું કે, નર્સે કોઝિકોડમાં એક રેસ્ટોરાંમાંથી ભોજન મંગાવ્યું હતું. ત્યારબાદ તેને ખાધા બાદ તે બીમાર થઇ ગઇ અને તેનું મોત થઇ ગયું. નર્સ રેશમી રાજ (ઉંમર 33 વર્ષ)એ અહીંની હૉટલ પાર્કમાંથી અરબી ચિકન ડિશ ‘અલ ફહમ’નો ઓર્ડર કર્યો હતો.

જેને ખાધા બાદ તેની તબિયત ખરાબ થઇ ગઇ હતી, તેમે ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી, જ્યાં તેનું મોત થઇ ગયું. ત્યારબાદ એ જ હૉટલમાં ભોજન કરનારા 20 અન્ય લોકોની તબિયત બગડી ગઇ હતી, જેમની સારવાર અલગ-અલગ હૉસ્પિટલોમાં થઇ. આ ઘટના બાદ કેરળ ખાદ્ય સુરક્ષા વિભાગે કાર્યવાહી કરતા 40 હૉટલોને બંધ કરાવી દીધી, 62 હોટલોને દંડ કર્યો અને આખા રાજ્યમાં છાપેમારી બાદ 28 અન્ય હૉટલોને ચેતવણી આપવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp