બેસ્ટ ડાયેટ 2021: મેડિટેરેનિયન ડાયેટ સતત ચોથા વર્ષે પહેલા નંબરે, જાણો શું હોય છે

PC: heart.org

ઈન્ટરેનેટ પર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઢગલો ડાયેટ પ્લાનની વચ્ચે એ નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું છે કે આખરે ખાવાની એવી કંઈ વસ્તુ ઓ છે જે આપણા માટે યોગ્ય છે. આ વચ્ચે મેડિટેરેનિયન ડાયેટને 2021ના બેસ્ટ ડાયેટનો એવોર્ડ પણ મળ્યો છે. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટના કહેવા પ્રમાણે, મેડિટેરેનિયન ડાયેટ સતત ચોથા વર્ષે દુનિયાનું નંબર 1 ડાયેટ બન્યું છે. તો ચાલો તેના ફાયદા અંગે જોઈ લઈએ.

મેડિટેરેનિયન એક પ્લાન્ટ બેઝ ડાયેટ છે, જેમાં ફળ, શાકભાજી, આખું અનાજ અને ઓલિવ ઓઈલ જેવી વસ્તુઓ સામેલ છે. તે સિવાય તેમાં માછલી અને પોલ્ટ્રી પણ હોય છે. તેમાં તાજા આહાર પર જોર આપવામાં આવે છે. એક્સપર્ટ્સનો દાવો છે કે આ ડાયેટને રેગ્યુલર ફોલો કરનારા લોકોનું સ્વાસ્થ્ય ઘણું સારું રહે છે.

અમેરિકન હાર્ટ એસોશિએશનના રિપોર્ટ પ્રમાણે, મેડિટેરેનિયન ડાયેટ આપણા હ્રદયના સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે અને તેનાથી કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝનો ખતરો પણ ઓછો થઈ જાય છે. મતલબ કે તેનાથી હાઈ બલ્ડ પ્રેશર અને બીજા હ્રદય સંબંધી રોગોનો ખતરો ઓછો થઈ જાય છે.

જર્નલ ડાયાબિટીઝ કેરમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે, મેડિટેરેનિયન ડાયેટ ટાઈપ-2 ડાયાબિટીસના કેસમાં પણ ઘણું ફાયદાકારક છે. મેડિટેરેરિયન ડાયેટમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ, વિટામીન્સ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ નૈરોવસ્ક્યુલર હેલ્થને સુધારીને ઓક્સીડેટીવ સ્ટ્રેવ, મેટોબોલાઈટ્સ અને ક્રોનિક ઈન્ફ્લેમેશનનો ખતરો ઓછો કરે છે.

ઘણી સ્ટડીઝમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે મેડિટેરેનિયન ડાયેટ આપણા આંતરડા માટે પણ ઘણા સારા છે. આ ડાયેટમાં હાજર એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી આંતરડાને ફાયદો પહોંચાડનારા બેક્ટેરિયાને મદદ કરે છે. હાલના સમયમાં બ્રેસ્ટ કેન્સર મહિલાઓ માટે ઘણો મોટો ચિંતાનો વિષય બની ગયો છે. જામા ઈન્ટરનલ મેડિસીનમાં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેડિટેરેનિયન ડાયેટ બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઓછો કરવામાં મદદ કરે છે.

શું તમે જાણો છો કે ફળ, શાકભાજી અને અખરો-બદામ જેવી વસ્તુઓથી ભરપૂર ડાયેટ આપણા મગજના ફંક્શનને પણ તંદુરસ્ત રાખે છે. જર્નલ ન્યૂરોલોજીમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે આ કન્ગિટીવ ડિક્લાઈન પ્રોસેસને ધીમી કરવામાં મદદ કરે છે. મેડિટેરેનિયન ડાયેટમાં કેટલીક વસ્તુઓ માટે પહેલેથી પરહેજ પણ કરવું પડે છે. તેમાં મીઠું ખાવાની મનાઈ હોય છે. એલ્કોહોલિક પદાર્થનું સેવન થઈ શકતું નથી. સાથે જ વર્કાઆઉટ પર ધ્યાન આપવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp