Recipe: પનીર બોલ્સ

PC: blogspot.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 1 કલાક

સામગ્રીઃ
1/2 કિલો પનીર
6 લીલા મરચાં
1 કપ કોથમીર
6 ટી.સ્પૂન દાડમના દાણા
2 કાંદા
3 ગાજર
1 કપ બાસમતી રાઈસ
1 કપ ચણાનો લોટ
1 કપ મેંદો
1 ટી.સ્પૂન હળદર
1 ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
2 ટી.સ્પૂન લસણ
4 ફ્રેશ લાલ મરચાં
2 લીંબુ
2 ટી.સ્પૂન જીરું પાવડર
2 ટી.સ્પૂન લાલમરચું પાવડર
1 કપ વિનેગર
3 ટે.સ્પૂન ગોળ
1 કપ આમલીનું પાણી
2 ટી.સ્પૂન આખા ધાણા

બનાવવાની રીતઃ
એક બાઉલમાં પનીર, સમારેલા લીલા મરચાં અને સમારેલી કોથમીર, દાડમના દાણા નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે બાસમતી ચોખાની સાથે કાંદા અને ગાજરને બાફી લો. ભાત ચઢે ત્યાં સુધી એક બાઉલમાં ચણાનો લોટ, મેંદો, મીઠું નાખીને બેસન તૈયાર કરી લો. હવે છીણેલું પનીર હાથમાં લઈ તેના બોલસ બનાવો. આ બોલ્સની વચ્ચે તૈયાર ભાતનું મિશ્રણ મૂકી પનીરનો રોલ વાળી તૈયાર કરો. હવે આ તૈયાર રોલને બેસનના મિશ્રણમાં ડીપ કરી તેલમાં તળી લો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. હવે ચટણીબનાવવા માટે મિક્સર બાઉલમાં લસણ, લાલ મરચું, લીંબુ, જીરું પાવડર, લાલ મરચું, વિનેગર, ગોળ અને આમલી નાખી મિક્સ કરી લો. તેને એક પેન સોસમાં કાઢી થોડી જાડી થાય ત્યાં સુધી ઉકાળો. હવે સર્વિંગ ડીશમાં પહેલા તૈયાર કરેલી ચટણી પાથરો અને તેની ઉપર તૈયાર પનીરના બોલ્સ મૂકી સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.