Recipe: સ્પાઈસી પનીર ટિક્કા

PC: creamcentre.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 1 કલાક

સામગ્રીઃ
15 નંગ પનીરના ટુકડા
1 ટે.સ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ટી.સ્પૂન મીઠું
2 ટે.સ્પૂન કાશ્મીરી લાલ મરચું
2 ટે.સ્પૂન લાલ મરચું
1 ટી.સ્પૂન હળદર
1 કપ દહીં
1 ટી.સ્પૂન કસૂરી મેથી
1 ટી.સ્પૂન ધાણાજીરું પાવડર
1 ટી.સ્પૂન ગરમ મસાલા
1 ટી.સ્પૂન સંચર પાવડર
1 ટી.સ્પૂન આમચુર પાવડર
1 કાંદો સમારેલો
1 કેપ્સિકમ
1 લીંબુનો રસ
2 ટી.સ્પૂન રાઈનું તેલ

બનાવવાની રીતઃ
એક બાઉલમાં પનીરના ટુકડા લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું, હળદર, સંચળ પાવડર, કસૂરી મેથી, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં મોટા ટુકડામાં સમારેલા કેપ્સિકમ, કાંદો અને લીંબુનો રસ નાખી ફરીથી સરખી રીતે હલાવી લો. હવે તેમાં દહીં અને તેલ નાખીને એકરસ કરી લો. 10 મિનિટ સુધી તેને રેસ્ટ માટે મૂકો. 10 મિનિટ પછી સળી પર પનીરના ટુકડા, કાંદા અને કેપ્સિકમને એક પછી એક મૂકી બાકીની સળી પણ બનાવી દો. તેની ઉપર તેલ લગાડી 30 મિનિટ સુધી ફ્રીઝમાં મૂકો. પછી તેને ગ્રીલ પેનમાં બંને બાજુ ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી થવા દો. છેલ્લે ઉપરથી ચાટ સમાલો છાંટી સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp