જાણો કેવી રીતે બનાવશો બ્રાઉન બ્રેડમાંથી પનીર રોલ્સ

PC: ezyshine.com

સામગ્રી:

  • બ્રાઉન બ્રેડ સ્લાઇસ ચાર નંગ 
  • પનીર એક કપ
  • ચાર ચમચી બટર
  • ઝીણી સમારેલી કોથમીર
  • અડધી ચમચી લાલ મરચુ
  • પા ચમચી જીરું પાઉડર
  • ટોમેટો સોસ બે ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • આદુની પેસ્ટ અડધી ચમચી

રીત:

  1. સૌ પ્રથમ પનીર છીણી લો.
  2. ત્યારબાદ એક વાસણમાં પનીર, સમારેલી ડુંગળી,સમારેલી કોથમીર, લાલ મરચુ, જીરું, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરો.
  3. સરખી રીતે મિક્સ કર્યા બાદ તેમાં ટોમેટો કેચઅપ અને આદુની પેસ્ટ નાખો.
  4. ત્યારબાદ બ્રેડને વેલણથી પાતળી વણી લો. તેના પર પનીરનું મિશ્રણ લઇ રોલ બનાવી દો.
  5. આ રોલ થોડીવાર માટે રહેવા દો. બાદમાં રોલ પર બટર લગાવી શેકી લો અને સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp