હોટલમાં રોટલી બનાવતી વખતે તેની પર થૂંકનાર કર્મચારીને પોલીસે જેલ ભેગો કરી દીધો

PC: amarujala.com

આ સમાચાર તમને ઘૃણા થાય એવા છે, કદાચ તમે એમ વિચારશો કે હોટલોમાં ખાવાનું જ બંધ કરી દેવું જોઇએ. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અત્યંત ગિન્ન થાય તેવી કામગીરી કરતા હોટલના કર્મચારીઓ વિકૃત હરકતો કરતા રહે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના બિજનૌરની એક હોટલમાં રોટલી બનાવવા માટે થૂંકનો ઉપયોગ કરતો વીડિયો વાયરલ થયા બાદ હોટલના આરોપી અરબાઝની પોલીસે ધરપકડ કરી છે. મામલો નજીબાબાદ સ્થિત શહેર જલાલાબાદની એક હોટલનો છે, જ્યાં રોટલી બનાવતી વખતે રોટલી પર થૂંકવાનો વીડિયો વાયરલ થયો હતો. મામલાની તપાસ કર્યા બાદ પોલીસે  આરોપી હોટલ કર્મચારી અરબાઝની ધરપકડ કરી છે અને તેની સામે અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નજીબાબાદના જલાલાબાદ ચોકમાં સદાબહાર નામની એક હોટેલ છે, જેમાં નોન-વેજ ફૂડ વેચાતું હતું. આ હોટલમાં રોટલી બનાવતી વખતે તેની પર થૂંકનાર કર્મચારીનો વીડિયો કોઇએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચ્યો હતો અને  પોલીસે તેની નોંધ લીધી અને તપાસ બાદ હોટલના કર્મચારીને પૂછપરછ માટે બોલાવ્યો હતો તપાસમાં સાચું જણાતા હોટલના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી.

વીડિયોની પુષ્ટિ થયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી. આઈપીસીની કલમ 269/270 હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધતી વખતે, પોલીસે તેની ધરપકડ કરી હતી અને હવે તેને જેલમાં મોકલવામાં આવી રહ્યો છે.

જો કે આવું પહેલીવાર બન્યું નથી, ગયા વર્ષે ડિસેમ્બરમાં કાંકરખેડાના નંગલતાશીમાં એક સગાઈ સમારોહમાં તંદૂરમાં રોટલી બનાવતી વખતે થૂંકવાનો મામલો સામે આવ્યો હતો. કાંકરખેડાના રહેવાસી સિયાનંદના પુત્રની 1 ડિસેમ્બરના રોજ સરથાણા રોડ પર કોલ્ડ સ્ટોર પાસે સગાઈ હતી. સિયાનંદે પોલીસને જણાવ્યું હતું કે તેના પુત્રની સગાઈના સમારંભ દરમિયાન નંગલતાશી નજીક લક્ષ્મીનગર કાઠવાડીમાં રહેતો નૌશાદ, જે તંદૂરની રોટલી બનાવતો હતો,ત્યારે રોટલી પર થૂંકીને મહેમાનોને આપી રહ્યો હતો. આ કેસમાં પણ પોલીસે નૌશાદની ધરપકડ કરી હતી.

આવો એક કિસ્સો મેરઠમાં પણ સામે આવ્યો હતો. રોટલી પર થૂંક લગાવીને ગ્રાહકોને આપતા એક કર્મચારી વિરુદ્ધ હિંદુ જાગરણ મંચે હંગામો મચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp