ઇંડાનો આ હિસ્સો ઝેર સમાન, આ લોકોના સ્વાસ્થ્ય માટે દુશ્મન

PC: everydayhealth.com

ઇંડાને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. પ્રોટીન સિવાય તેમાં એન્ટીઓક્સિડન્ટ અને મિનરલ પણ હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. તે સ્કીન અને વાળને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. ઇંડાથી ડિશ બનાવવી એકદમ સરળ છે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી દરેક જણ ઇંડાને મજા લઇને ખાય છે. એક ઇંડામાં 6.3 ગ્રામ પ્રોટીન, 69 મીલી ગ્રામ પોટેશિયમ, રોજની જરૂરનું 5.4 ટકા વિટામિન A, 2.2 ટકા કેલ્શિયમ અને 4.9 ટકા આયર્ન હોય છે. કહેવાય છે કે, રોજ ઇંડા ખાવાથી હાડકા મજબૂત થાય છે. તેની સાથે જ મગજ પણ તેજ બને છે.

માંસપેશીઓને મજબૂત બનાવવામાં, કેન્સરથી બચવામાં અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. કુલ મળીને ઇંડામાં એટલા બધા ફાયદા હોવા છતાં ઇંડા અમુક લોકો માટે હાનિકારક છે. જ્યારે કોઇ ગંભીર બીમારીઓથી પીડિત લોકોએ ઇંડાથી દૂરી બનાવી રાખવી જોઇએ. તો આ કોણ લોકો છે કે જેમણે ઇંડાના સેવનથી બચવું જોઇએ.

ડાયાબિટીઝના દર્દીઓએ ઇંડાથી દૂર રહેવું જોઇએ. જ્યારે આ કેસમાં વૈજ્ઞાનિકોની પણ અલગ અલગ સલાહ છે. NCBI પર છપાયેલા એક સ્ટડી રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ જોયું કે, અમેરિકામાં દર સપ્તાહ ઇંડા ખાનારા લોકોને ડાયાબિટીઝનું જોખમ 39 ટકા સુધી વધી ગયું છે. ચીનમાં નિયમિત રૂપે ઇંડા ખાનારા લોકોમાં ડાયાબિટીઝ થવાની સંભાવના વધારે હતી.

એવામાં જો તમને ડાયાબિટીઝની સમસ્યા છે તો ડૉક્ટરને પૂછીને તમારે ઇંડા ડાયેટમાં શામેલ કરવા જોઇએ. એ રોગીઓ કે કેટલું પ્રોટીન લેવું જોઇએ તેની સલાહ ડૉક્ટર બરાબર રીતે બતાવે છે. જ્યારે, જો તમારું વજન વધારે છે તો ઇંડાનું સેવન કરવાથી બચવું જોઇએ.

સાલ્મોનેલા એક જીવાણુ સંક્રમણ છે, જે ઝાડા, ઉલ્ટી, તાવ, માથાનો દુખાવાના દુખાવાનું કારણ બને છે. આ ફૂડ પોઇઝનિંગનું પણ કારણ બને છે. મરઘીઓથી સંક્રમિત મળના સંપર્કમાં આવવાથી ઇંડા અને ઇંડાની છાલ સાલ્મોનેલા બેક્ટેરિયાથી દૂષિત થઇ જાય છે. જો તમારી પાચનક્રિયા નબળી છે, તો તમે જલ્દીથી ફૂડ પોઇઝનિંગનો શિકાર બની શકો છો. એવામાં ઇંડાને હંમેશા ધોઇને ખાવા જોઇએ.

વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર, હાઇ કોલેસ્ટ્રોલ સ્ટ્રોક અને હાર્ટ ડિઝીઝના જોખમને વધારે છે. ઇંડાની ઝર્દીના સેવનથી ધમનીઓમાં પ્લાક જમા થઇ શકે છે. જેનાથી તેમાં બ્લોકેજ આવી શકે છે. ઇંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલ હોય છે. NBCIના એક રિપોર્ટ અનુસાર, જરૂર કરતા વધારે કોલેસ્ટ્રોલ ખાવું ગંભર સ્વાસ્થ્ય જોખમ પેદા કરી શકે છે. જો તમને પહેલેથી જ કોલેસ્ટ્રોલની સમસ્યા છે, તો તમારે ઇંડા ખાવાથી બચવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp