દિવાળીની વધારો મીઠાસ, ઘરે આ રીતે બનાવો ટેસ્ટી મેંગો મલાઇ લાડૂ

PC: thefoodkiosk.org

દિવાળી અને મીઠાઇ સાથેનો સીધો સંબંધ છે. એવામાં વધુ લોકો ઘર પર જ ઘણી બધી મીઠાઇઓ બનાવતા હોય છે. જે તમારા સ્વાસ્થ્ય અને સ્વાદ બંન્ને માટે સારી છે.

દિવાળી હોય કે પછી કોઇ બીજો તહેવાર બજારથી આવેલ નકલી મીઠાઇ સ્વાસ્થ્ય બગાડી દે છે જે ફેસ્ટિવલ સીઝનને ખરાબ કરી દે છે.

કેરીના રસના લાડૂ છે બેસ્ટ

દિવાળી પર કોઇ પણ એવુ ઘર નહી હોય કે જ્યા જુદા-જુદા પ્રકારની મીઠાઇ ના બનતી હોય. તો આ દિવાળી પણ તમારા ઘર આવેલ મહેમાનોને તમારા હાથે બનાવેલ લાડૂ ચખાડવા માટે તૈયાર થઇ જાઓ. તમે અત્યાર સુધી ઘણા પ્રકારના લાડૂ ખાધા હશે જેમકે બૂંદીના લાડૂ, બેસનના લાડૂ, પરંતુ તમે અત્યાર સુધી કેરીના રસથી બનાવેલ લાડૂ નહી ખાયા હોય. મેંગો જ્યૂસથી બનાવેલ આ લાડૂ બધા લાડૂઓ ની મીઠાસને ફીકુ કરી દે છે. તો જો તમે અત્યાર સુધી તમે ક્યારે પણ કેરીના રસના લાડૂ નથી ખાયા તો આ દિવાળી ઉપર આ લાડૂ બનાવો.

આ સામાનની પડશે જરુર

મેંગો મલાઇ લાડૂની સાથે સાથે આ દિવાળીની મિઠાસ બે ગણી કરવા માટે આ ખાસ રેસિપીને ઘર પર જ બનાવો અને બધાને ખવડાવો. એના સિવાય તમને જોઇએ 2 કપ પનીર, 8 ટેબલસ્પૂન કંડેસ્ડ મિલ્ક. 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, 2 ચમચી કેસર, 12 પિસ્તા, થોડુ નારિયેળનું દૂધ.

કેવી રીતે બનાવશો

ટેસ્ટી મેંગો મલાઇ લાડૂ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં પીસેલુ પનીર લો હવે તેમાં સાથે મિલ્ક પાવડર અને ખાંડ ભેળવી દો. પનીરના આ મિશ્રણને એક બીજા વાસણમાં લઇને ગેસ પર ધીમા તાપે રાખો અને હલ્કા હાથે આ મિશ્રણને હલાવતા જાઓ. થોડીવાર બાદ આ મિશ્રણને હવે કેરીના રસની સાથે નારિયેળનું દૂધ અને કંન્ડેસ્ડ દૂધ પણ નાખી દો અને હલ્કા હાથેથી થોડી ધીમી આંચ પર હલાવતા જાઓ. હવે એમાં બદામ, પિસ્તા અને કેસર ભેળવી દો. ધ્યાન રાખો કે મિશ્રણમાં કંઇ પણ ભેળવો પરંતુ હલ્કા હાથોથી તેને હલાવતા રહો. હવે બધુ સારી રીતે ભેળવીને ધીમા તાપે તેને હલાવતા રહો. આ મિશ્રણને ત્યા સુધી હલાવો ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી તે થોડુ જાડુ ન થાય.

લાડૂને સજાવવાની રીત

જ્યારે મિશ્રણ જાડુ બની જાય તો ગેસ બંધ કરીને એમાં ગરમા ગરમ ઘી નાખો અને સારી રીતે ભેળવીને સારી રીતે ભંળવી દો અને ઠંડુ થવા માટે રાખો. મિશ્રણના ઠંડા થયા બાદ એના નાના ગોળ લાડૂની જેમ બનાવી લો. હવે આ લાડૂની ઉપર થી નારીયેળની છીળ, કાજુ, અને બદામથી સજાવીને તમારા મહેમાનોને પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp