સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી

PC: wikimedia.org

સૌ પ્રથમ વખત ઓફિશિયલ આંતરરાષ્ટ્રીય ફુટબોલ મેચ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાડવામાં આવી હતી. આ મેચ 30 નવેમ્બર, 1872માં સેન્ટ. એન્ડ્રુ'સ દિને સ્કોટલેન્ડના સૌથી મોટા શહેર ગ્લાસગોમાં વેસ્ટ ઓફ સ્કોટલેન્ડ ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ પર રમાઈ હતી. સ્કોટલેન્ડના બધા પ્લેયર્સ ક્વીન્સ પાર્ક ફેન ક્લબના હતા, જ્યારે ઈંગ્લેન્ડના પ્લેયર્સ ત્યાંની નવ અલગ અલગ ક્લબોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. આ મેચને જોવા માટે 4000 જેટલા લોકો આવ્યા હતા. આ મેચ 0-0 થી ડ્રોમાં પરિણમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.