સ્ટાર ફૂટબોલર સુનીલ છેત્રીએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

PC: indianexpress.com

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ સોમવારે ઘણા લાંબા સમયથી રહેલી તેની ગર્લફ્રેન્ડ સોનમ ભટ્ટાચાર્ય સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા હતા. સોનમ ભટ્ટાચાર્ય પુર્વ ભારતીય ફુટબોલર અને વર્તમાન ભારતીય ફુટબોલ ટીમના મેન્ટર સુબ્રતો ભટ્ટાચાર્યની છોકરી છે. સુનીલ અને સોનમ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને લાંબા વર્ષોના સંબંધ પછી તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

લગ્ન સંપૂર્ણ રીતે પાંરપારિક રિવાજોથી કરવામાં આવી હતી. કોલકત્તામાં થયેલા લગ્ન સમારંભમાં બંનેને આશીર્વાદ આપવા માટે ઘણી જાણીતી હસ્તીઓ શામિલ થઈ હતી. ભારતીય ફુટબોલરે લગ્નમાં પારંપારિક નેપાળી પોશક પહેર્યો હતો. ઘોડી પર બેસીને તે જાન લઈને લગ્ન સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ બંગાળી પોશક પહેરી તેણે બાકીની લગ્નવિધી પૂરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.