દીકરો ફૂટબોલર બને તે માટે 25 કિમી ચાલતી હતી મા

PC: navbharattimes.indiatimes.com

FIFA U-17 World Cupમા ભારતીય ટીમમાં સિલેક્ટ થયેલા જેક્સન સિંહને ફૂટબોલર બનાવવા માટે તેની માતાએ સખત સંઘર્ષ કર્યો છે. બે વર્ષ પહેલા પિતાને નોકરીમાંથી છૂટ્ટા કરવામાં આવ્યા બાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે માતાએ શાકભાજી વેચી, પરંતુ આટલા સંઘર્ષ બાદ પણ માતાએ તેના દીકરા જેક્સનનું જુનૂન ઓછું નહોતું થવા દીધું. મણીપુરના થોઉબલ જિલ્લાના હાઓખા મમાંગ ગામના વતની જેક્સનની માતા પરિવારનું પેટ ભરવા જે શાકભાજી વેચતી હતી, તે વેચવા માટે ઇન્ફાલના ખ્વૈરામબંદ બજારમાં જતી હતી, જે તેના ઘરથી 25 કિલોમીટર દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.