7 વર્ષમાં 18 લાખ ફેક્ટરીઓ બંધ, 54 લાખ નોકરીઓ ગઈ...સરકારી રિપોર્ટમાં થયો ખુલાસો

PC: etfstream.com

નેશનલ સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટ્રી (NSO)એ તાજેતરમાં 'અસંગઠિત ક્ષેત્રના સાહસોનું વાર્ષિક સર્વે' બહાર પાડ્યું છે. ભારતમાં જુલાઈ, 2015થી જૂન, 2016 અને ઓક્ટોબર, 2022થી સપ્ટેમ્બર, 2023 વચ્ચે 18 લાખ ફેક્ટરીઓ બંધ થઈ હોવાનું બહાર આવ્યું છે. આ ફેક્ટરીઓમાં કામ કરતા 54 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે.

મીડિયા સૂત્રોના એક રિપોર્ટમાં આ સર્વેની સમીક્ષા કરવામાં આવી છે. આ મુજબ, જુલાઈ 2015 થી જૂન 2016ની વચ્ચે ઉત્પાદન ક્ષેત્રમાં લગભગ 197 લાખ અસંગઠિત ફેક્ટરીઓ ચાલી રહી હતી. જે હવે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે આ સંખ્યા ઘટીને 178.2 લાખ થઈ ગઈ છે. એટલે કે 18,80,000 ફેક્ટરીઓ. અંદાજિત 9.3 ટકાનો ઘટાડો થવા પામ્યો છે.

જ્યારે ફેક્ટરીઓ બંધ થઇ, ત્યારે દેખીતી રીતે લોકો પોતાની નોકરીઓ ગુમાવશે. ફેક્ટરીઓ બંધ થવાથી, વર્ક ફોર્સ જે 2015-16માં 3.604 કરોડ હતી, તે 2022-23માં ઘટીને 3.06 કરોડ થઈ ગઈ. એટલે કે 54 લાખથી વધુનો કુલ તફાવત જોવા મળ્યો હતો.

હવે આ કેવા કારખાના હતા? એમાં જોવા જઈએ તો, નાના અસંગઠિત સાહસો. એવા વ્યવસાયો જેમાં માલિક(ઓ) અને વ્યવસાય વચ્ચે કોઈ ઔપચારિક કાનૂની ભેદ નથી. સામાન્ય રીતે નાના વ્યવસાયો, વન મેન કંપનીઓ, ભાગીદારી અને અનૌપચારિક ક્ષેત્રના વ્યવસાયોનો સમાવેશ થાય છે.

સમજવા માટે શિકંજીની દુકાન લો. એક માણસ તેને ચલાવે છે અને વિવિધ પ્રકારના સોડા અને શિકંજી દરેકને પીવડાવે છે. કાનૂની દૃષ્ટિકોણથી, માલિક અને દુકાન વચ્ચે કોઈ તફાવત નથી. નફો સીધો માલિકના ખિસ્સામાં જાય છે. પરંતુ જો દેવું વધે છે, તો તે પણ સીધું માલિક પર પડે છે. હવે આવો ધંધો શરૂ કરવો સરળ છે, પરંતુ મોટી કંપનીની સરખામણીમાં ઓછી સુરક્ષા હોય છે.

ભારતના અસંગઠિત ક્ષેત્રમાં કુલ 10.96 કરોડ લોકો કામ કરે છે. પરંતુ આ સંખ્યા હજુ પણ રોગચાળા પહેલાના સમય કરતા ઓછી છે. જ્યારે કેટલીક બિઝનેસ રિપોર્ટિંગ વેબસાઇટ્સે જૂનના બીજા સપ્તાહમાં અહેવાલ આપ્યો હતો કે, ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે 1.17 કરોડ કામદારો જોડાયા છે. ત્યારે પણ આ સ્થિતિ છે.

સ્ટેન્ડિંગ કમિટિ ઓન સ્ટેટિસ્ટિક્સના ચેરપર્સન પ્રણવ સેન કહે છે કે, બિનસંગઠિત ક્ષેત્ર આર્થિક આંચકાથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે. તેમણે કહ્યું, 'એમાં કોઈ શંકા નથી કે, તાજેતરમાં લેવામાં આવેલા કેટલાક નીતિવિષયક નિર્ણયો અને લોકડાઉનને કારણે અસંગઠિત ક્ષેત્રને ખરાબ આંચકો લાગ્યો છે. આ વિસ્તારમાં ફેક્ટરીઓ વધારે રોજગારી પૂરી પાડતી નથી. મોટા ભાગના લોકોનો પોતાનો વ્યવસાય કરતા હોય છે. તેથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લગભગ 54 લાખ નોકરીઓ જતી રહી છે.'

શ્રમ અર્થશાસ્ત્રીઓ પણ કહે છે કે, નાના અને મધ્યમ કારખાનાઓ રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત છે. જો આ બંધ રહેશે તો સમગ્ર અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp