26th January selfie contest

કોર્ટ દ્વારા 4 નિર્ણયો લેવાયા, ક્યાંક હિંદુને તો ક્યાંક મુસ્લિમોને ફટકો

PC: aajtak.in

દેશમાં આજે 4 જગ્યાઓ પર ધાર્મિક સ્થળો સંબંધિત વિવાદોની સુનાવણી થઇ છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સરવેના મુદ્દે લોકોને કોર્ટના નિર્ણય પર નજરો હતી. બીજી બાજુ આગ્રાના તાજમહેલમાં 22 રૂમોને ખોલવા મુદ્દેની પિટિશનની પણ સુનાવણી હતી. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર અલાહાબાદ હાઇ કોર્ટે નિચલી કોર્ટને 4 મહિના અંદર સંબંધિત પિટિશનનો નિકાલ લાવવાનો આદેશ કર્યો છે.

મધ્યપ્રદેશના ધારમાં ભાજનશાળા વિવાદ મુદ્દે હાઇકોર્ટની ઇંદોરની પેનલે હિંદુ સંગઠનની પિટિશનનો સ્વીકાર કર્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે હાઇ કોર્ટમાંથી મુસ્લિમ પક્ષને ફટકો લાગ્યો છે. તાજમહેલના વર્ષોથી બંધ 22 દરવાજાઓ ખોલવાની માંગણી કરનારા BJPના નેતાને કોર્ટ તરફથી ફટકો મળ્યો છે. તેમને તાજમહેલ વિશે વધુ રિસર્ચ કરવા માટે કહેવામાં આવ્યું. આ રીતે ક્યાંક મુસ્લિમ પક્ષને તો ક્યાંક હિંદુ પક્ષને ફટકો મળ્યો છે.

જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી મંદિર વિવાદ મુદ્દે કોર્ટે સ્પષ્ટ નિર્ણય આપ્યો છે કે, કોર્ટ કમિશનરને હટાવવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે, 17 મે અગાઉ ફરીથી સરવે થશે. કોર્ટ કમિશનરની સાથે બે વકીલ પણ હશે. મુસ્લિમ પક્ષના લોકોએ કોર્ટ કમિશનરને બદલવાની માગણી કરી હતી, જે સિવિલ જજે નકારી કાઢી હતી. મસ્જિદની અંદર સરવે કરવા માટે મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો હતો. નિર્ણયની સુનાવણી અગાઉ કોર્ટને ખાલી કરાવવામાં આવી હતી. કોર્ટના પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વાદી પક્ષના એડવોકેટ સુધીર ત્રિપાઠીએ કોર્ટ કમિશનર બદલવા માટે વિરોધ કર્યો અને મસ્જિદની અંદર પણ સરવે અને વીડિયોગ્રાફીની માંગણી કરી હતી.

તાજમહેલના બંધ રૂમોને ખોલવા માટે પિટિશનને નકારી કાઢતા કોર્ટે પિટિશન કર્તાને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, તાજમહેલ વિશે વધુ રિચર્ચ કરો અને પછી પિટિશન ફાઇલ કરો. કોર્ટે પિટિશન ફાઇલ કરનારા અયોધ્યાના BJP નેતાને કહ્યું કે, PILને મજાક ન બનાવો. અગાઉ રિસર્ચ કરો ક, તાજમહેલ કોણે અને ક્યારે બનાવ્યો હતો. જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયે પિટિશન કર્તાને ફટકાર લગાવતા કહ્યું કે, PIL વ્યવસ્થાનો દુરોપયોગ ન કરો. યુનિવર્સિટી જઇ ત્યાંથી P.hD કરો ત્યારબાદ કોર્ટમાં આવજો. રિસર્ચ માટે કોઇ તમને રોકે ત્યારે અમારી પાસે આવજો. ઇતિહાસને તમારા મુજબ નહીં જોઇ શકાય.

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મુદ્દે અલાહાબાદ હાઇકોર્ટે નીચલી કોર્ટને નિર્દેશ કર્યો છે. અલાહાબાદ હાઇકોર્ટે મથુરાની કોર્ટને નિર્દેશ કરતા કહ્યું કે, મૂળ વાદથી સંબંધિત દરેક અરજીઓનો જલદીથી નિકાલ લાવો. હાઇકોર્ટે આ દરેક અરજીઓના નિકાલ માટે વધુમાં વધુ 4 મહિનાનો સમય આપ્યો છે. હાઇકોર્ટે સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય પક્ષકારો સુનાવણીમાં સામેલ ન થયા હોવાથી એકપક્ષી આદેશ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો. મથુરાની એક કોર્ટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર ભૂમિના સ્વામિત્વની માંગણીને લઇને પિટિશન દાખલ કરવામાં આવી હતી.

ગત સપ્તાહમાં મથુરાની જિલ્લા કોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ, શાહી ઇદગાહ વિવાદ મુદ્દે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. શ્રકૃષ્ણ જન્મભૂમિમાં બનેલી શાહી ઇદગાહ મસ્જિદને હટાવવાની માંગણીનો મુદ્દો ઘણો જૂનો છે. કોર્ટે વર્ષ 2020મા મસ્જિદને હટાવવાની પિટિશન નકારી કાઢી હતી. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ભોજનશાળા વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇંદોર પેનલે તે મુદ્દે થયેલી પિટિશનનો સ્વીકાર કર્યો છે. પિટિશનમાં કહેવાયું છે કે, ભાજનશાળા સરસ્વતી મંદિર છે, અહીં, મુસ્લિમોએ નમાજ ન પઢવી જોઇએ. હોઇ કોર્ટની ઇંદોર પેનલે પિટિશનનો સ્વીકાર કરી 8 લોકોને નોટિસ મોકલી હતી.

આ મુદ્દે કેન્દ્ર સરકાર પણ સામેલ છે. ધાર સ્થિત ભોજનશાળાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હિંદુઓનો દાવો છે કે, ભોજનશાળા એક સરસ્વતી મંદિર છે. બીજી બાજુ મુસ્લિમો તે જગ્યા પર કમાલ મૌલાના દરગાહ હોવાનો દાવો કરે છે. પણ દર વર્ષે સરસ્વતી પૂજાના અવસર પર બન્ને સમુદાયના લોકો સાંપ્રદાયિક સૌહાર્દ માટે પ્રેરણા સ્ત્રોત બને છે. એક બાજુમાં સરસ્વતીની પૂજા થાય છે અને બીજી બાજુ અઝાન થાય છે. એક હિંદુ સંગઠન ‘હિંદુ ફ્રંટ ફોર જસ્ટિસ’એ હાઇકોર્ટની ઇંદોર પેનલમાં એક પિટિશન દાખલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp