મોટી ચિંતા... નિઝામુદ્દીનમાં 76 લોકો સુરતના હતા... મનપાએ ચલાવી શોધ....

PC: twitter.com

એક ચિંતાનો વિષય અત્યારે એ આવ્યું છે કે જે લોકો દિલ્હી, નિઝામુદ્દીન ગયેલા લગભગ 76 લોકો સુરતના હોવાનું સામે આવ્યું છે . મનપા કમિશનર પાની એ કહ્યું કે આ તમામ 76 ને શોધી કાઢવા માટે ટીમનું ગઠન કરવામાં આવ્યું છે અને એ તમામને અને તેમના સંપર્ક માં આવેલાઓને જાતે ૧૪ દિવસ ઘરમાં બંધ રહેવા અનુરોધ કરીએ છીએ... કોઈપણ વ્યક્તિ એ નિઝામુદ્દીન ના કાર્યક્રમમાં યોગદાન આપ્યું હોય તે તમામને વિનંતી ક રાય કે તેઓ પોતાના ઘરમાંથી બહાર ન નીકળો અને સુરત મનપા ને જાણ કરો. તેમને જાણતા લોકો પણ શહેર હિતમાં જાણ કરે. કમિશનરે કહ્યું કે આ લોકો ચિંતા ન કરે મનપા ની ટીમ તેમની દેખરેખ રાખશે. આપણે શું કોર્પોરેશનના જે અધિકારી છે ટીમ છે જે આપણા પાસે આવશે આપના આરોગ્યની ચિંતા કરશે .

રાંદેર ના એક કિલોમીટર વિસ્તારને સીઝ કરાયો....

સુરતમાં જ રાંદેર વિસ્તારમાં જે કોરોનાવાયરસ ના કેસ મળેલ છે. કોઈપણ ફોરેન ટ્રાવેલ્સ સિવાય એ એના માટે તંત્ર ખૂબ જ સાબદુ હોવાનું મનપાના કમિશનર પાની એ કહ્યું છે. કેસ મળ્યો એના એક કીલો મીટરના આજુબાજુના વિસ્તાર માસ કોરોં તાઈન કરાયો છે. ત્યાં બેરિકેડેટ લગાવાયા છે, સેનીટાઇઝેશન કરાયું છે અને જરૂરિયાત પડે તો રેડ flag પણ ત્યાં લગાવવામાં આવશે. સ્ટીકર લગાવવામાં આવશે . વિશેષ ટીમે સર્વેલન્સ સંપૂર્ણપણે સવારથી ચાલુ કરી દીધું છે અને સંપૂર્ણ રાંદેર વિસ્તારને ડિસ ઇન્ફેક્શન કરવામાં આવ્યું છે અને ૧૫ દિવસમાં એમના એ જ વ્યક્તિ હતા ને સંપર્કમાં આવનાર તમામ દુકાન અને ઘરોના આસપાસ એક કીલો મીટર ત્રિજયા માં રહેતા લોકો નું કોરે ન્ટાઈન કરીને તમામનું મોનીટરીંગ શરૂ કરાયું છે. પ્રાઇવેટ હોસ્પિટલના કેસો એની આજુબાજુ મળશે એ તમામ કેસો ને પણ નિરીક્ષણ કરવામાં આવશે...

ફ્લૂ ના કેસો માટે હોસ્પિટલો નિર્ધારિત કરાય.....

કમિશનરે કહ્યું કે, અત્યારે બે પ્રકારના કે સાથ આપે છે જે ફ્લૂના કેસ કે જે કોરોના સાથે હોઈ શકે છે અને નોન ફ્લૂના કેસ કે જેમાં બીજાં શારીરિક પ્રોબ્લેમ હોય . શહેરમાં ફ્લૂ ના કેસ જેવા કે ખાંસી, શરદી , સામાન્ય તાવ વગેરે માટે સિવિલ, વિનસ હોસ્પિટલ વોક હાર્ટ હોસ્પિટલ અને મિશન હોસ્પિટલ નક્કી કરવામાં આવી છે. આ પ્રકારનાં દર્દીઓના હોસ્પિટલ માં જાય અને ઇલાજ કરાવે. બાકીના કેસો માં ખાનગી હોસ્પિટલના વિઝિટ કરી શકાય છે.

...58 લાખ લોકોનો સર્વે કરાયો...

એક મોટા ટુ ડોર સર્વે કરી રહ્યા છે 58 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યું છે અને એમાંથી પાંચ હજાર 688 જેવા લોકોને શરદી ખાંસી ઉધરસ પ્રકારની જે બાબતો છે એ આવ્યું છે એટલે એ પૈકી જેટલા લોકો 60 વર્ષની ઉંમરથી વધારે હોય હોય એ લોકોનું ખાસ કાળજી રાખવામાં આવે છે એની વિઝીટ કરવામાં આવે છે, બેથી ત્રણ વાર નિરીક્ષણ કરાશે.

કોરોના, કોરોના, કોરોના થી માનસિક હતાશા ઉભી થઇ...

કમિશનર પાણીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અત્યારે એક પ્રશ્ન એવો છે કે કોરોના જે પ્રમાણે અત્યારે બધી જગ્યાએ છવાયો છે તે ઘણા ને હતાસ કરી રહ્યો છે . કોઈ પણ વસ્તુ હોય એમાં માનસિક સ્થિતિ ખૂબ મહ્ત્વ નો રોલ અદા કરે છે. કમિશનરે વિનંતી કરતા કહ્યું કે આપણે જે એક માહોલ છે એ માહોલમાંથી આપણે કોઈપણ વસ્તુ જે આપને આનંદ કરતું હોય એ આ બાળકોના સાથે ઘરના અંદર કોઈપણ નાનકડી ગેમ વગેરે રમો. ભારત સરકાર દ્વારા પણ રામાયણ અને આ પ્રકારના કાર્યક્રમો શરૂ કરયા છે . એટલે માનસિક તંદુરસ્તી એ ખૂબ જ અગત્યનું છે કોઈ પણ વસ્તુ ને હરાવવા માટે આપણે માનસિક રીતે ખૂબ તંદુરસ્ત રહે એટલે હું બધાને અપીલ કરું છું કે આપણે કોઈપણ રીતે કોરોના માટે બહુ વધારે ચિંતિત ન થઈ ને કોરોના સામેની તકેદારી રાખીએ..

357652 લોકોને જમવાની વ્યવસ્થા કરી

સુરતમાં 28 રેન બસેરા ખાતે સંપૂર્ણપણે ફ્રી ભોજન આપવામાં આવે છે એની સાથે સાથે રીલીફ સેન્ટરમાં 6552 જેટલા લોકોને જમવાનું અને રેહવનું આપીએછે અને એના સિવાય અત્યાર સુધી ત્રણ લાખ 57 હજાર 652 લોકોને આપણે જમવાનું વ્યવસ્થા કરી છે. 185 થી વધારે સંસ્થાઓ તથા ચેરિટી કરનારાઓ અને આગેવાનો એ આ ભોજન વ્યવસ્થામાં, ફૂડપેકેટ્સમાં મનપાને મદદ કરી રહ્યા છે . કમિશનરે તેમનો આભાર માન્યો..

મનપાને મળ્યયું ૫૦ લાખનું દાન

મનપા ને તેના બેન્ક એકાઉન્ટ માં લગભગ ૫૦ લાખ જેટલું દાન મળ્યું છે. મનપા કમિશનર પાનીએ તમામ દાનવીરો નો પણ આભાર પ્રકટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp