ભાવ ડબલ કર્યા બાદ સરકારે કહ્યું- જંત્રીના દરમાં 12 વર્ષ બાદ વધારો કરાયો છે

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જમીન સહિતની સ્થાવર મિલકતોની જંત્રીના વર્તમાન દરો સુધારીને બમણા કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ-32-કના અસરકારક અમલ માટે રાજંયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવો તા.18/04/2011થી અમલમાં છે, જેને આશરે 12 વર્ષ જેટલો સમય થયો છે.

રાજ્યમાં થતા ઝડપી ઔદ્યોગિક, શહેરી તથા ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિ ધ્યાને લેતાં રાજ્યમાં સ્થાવર મિલકતના ભાવોમાં ઘણો વધારો થયેલ છે. રાજ્યના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલા ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલકતના બજારભાવ નક્કી થઈ શકે તે માટે રાજ્યમાં હાલમાં તા.18/04/2011થી અમલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ),2011ના દરો તા.05/02/2023થી અમલમાં આવે તે રીતે બે ગણા કરવામાં આવેલો છે,

એટલે હાલમાં તા.18/04/2011 થી અમલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ), 2011માં પ્રતિ ચો.મી.નો દર રૂા.100/- નકકી થયેલ છે, તે દર તા.05/02/2023થી રૂા.200/- ગણવાનો રહેશે એમ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp