આ માણસે 2 વર્ષ કાનૂની લડાઇ લડીને IRCTC પાસેથી કેન્સલ ટિકિટના ₹33 રિફન્ડ મેળવ્યા

PC: facebook.com/sujit.swami

કોટાના એક એન્જિનિયર સુજિત સ્વામીને IRCTC પાસેથી 2 વર્ષ લાંબી ચાલેલી કાયદાકીય લડાઇ બાદ 33 રૂપિયા રિફન્ડ મળ્યા હતા. રેલવેએ 2017મા બૂક કરવામાં આવેલી તેની ટિકિટને કેન્સલ કરવા પર 35 રૂપિયા સર્વિસ ચાર્જના નામે કાપી લીધા હતા. જો કે હજુ પણ જે રૂપિયા મળ્યા છે, તેમાં 2 રૂપિયા ઓછા છે. હવે બાકીના 2 રૂપિયા માટે પણ તે જંગ ચાલુ રાખવાનો છે. સ્વામીએ જણાવ્યું હતું કે, તેણે કોટાથી દિલ્હીની ગોલ્ડન ટેમ્પલ મેલમાં 2 જુલાઇની 765 રૂપિયાની ટિકિટ બૂક કરાવી હતી. વેઇટિંગ હોવાને લીધે તેની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ રેલવેએ 665 રૂપિયા તેને પાછા કરી દીધા હતા, પરંતુ તેને 700 રૂપિયા પાછા મળવા જોઇતા હતા.

સુજીત સ્વામીએ પોતાના 35 રૂપિયા પરત મેળવવા માટે રેલવે વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને 2 વર્ષ સુધી કાયદાકીય પ્રક્રિયા ચાલી હતી. સ્વામીએ કહ્યું હતું કે, IRCTCએ તેને જે રકમ પરત કરી તેમાં 35 રૂપિયા સર્વિસ ટેક્સના નામે કાપી લીધા હતા, જ્યારે તેણે પોતાની ટિકિટ GST લાગુ થયા પહેલા જ રદ્દ કરાવી દીધી હતી, એવામાં સર્વિસ ટેક્સ નહોતો લાગવો જોઇતો.

સુજીતે આ  મુદ્દે 8 એપ્રિલ 2018ના રોજ લોક અદાલતમાં પિટિશન ફાઇલ કરી હતી. જાન્યુઆરી 2019મા કોર્ટે આને પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જણાવતા કેસ બંધ કરી દીધો હતો. આ બધા વચ્ચે ડિસેમ્બર 2018મા તેના દ્વારા કરવામાં આવેલી RTI એપ્રિલ સુધી લગભગ 10 વિભાગોમાં ફરતી રહી, જેમાં તેણે IRCTC પાસેથી કપાયેલા 35 રૂપિયાની જાણકારી માગી હતી.

લાંબા સમય બાદ RTIના જવાબમાં IRCTCએ કહ્યું હતું કે, રેલવે મંત્રાલયના કમર્શિયલ સર્ક્યૂલર સંખ્યા 43 મુજબ GST લાગુ થયા પહેલા બૂક કરાવવામાં આવેલી ટિકિટોને રદ્દ કરવા પર સર્વિસ ટેક્સ નહીં લેવામાં આવે. એટલે 1 મે 2019ના રોજ રેલવેએ સ્વામીના ખાતામાં 33 રૂપિયા જમા કરાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp