ઈમ્પેક્ટ ફીને લઈ CM પટેલે માર્યો છે માસ્ટર સ્ટ્રોક, સરકારની તિજોરી છલકાઈ જશે

PC: khabarchhe.com

1-10-2022 પહેલાંનાં વધારાનાં બાંધકામને ઈમ્પેક્ટ ફી લઈ કાયદેસર કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ભાજપ માટે ફાયદો દેખાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમ્પેક્ટ ફીને લઈ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. પાછલા બે મહિના દરમિયાન મુખ્યમંત્રીએ શહેરી મતદારો માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરી છે સાથો સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓને ગામડાંઓ સુધી લઈ જવામાં આવી છે.

ગયા વર્ષ સપ્ટેમ્બર મહિનામાં વિજય રૂપાણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પદે આસિન થયેલા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ભાજપ સરકાર સામેનાં એન્ટી ઈન્કમ્બસી ફેક્ટરને ઓછું કરવામાં મોટો ફાળો આપ્યો છે. સરકાર અને સંગઠન સાથે રહીને લોકોને ફાયદો થાય તેવી યોજનાઓ અને વિકાસ કાર્યોની ભરમાર સર્જી દીધી છે.

13 મહિનાનાં શાસનમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના છેવાડા માનવી સુધી સરકારની યોજનાનાં લાભો પહોંચે તે માટે લાગલગાટ કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીના સિલસિલાનું મોર પિંછ સમાન કાર્ય ઈમ્પેક્ટ ફી છે. ઈમ્પેક્ટ ફીના કાયદાના સારા-નરસા પાસાઓની છણાવટ કરતાં પણ મહત્વનું એ છે કે કોઈકને કોઈ રીતે પોતાનાં મકાન,ઘર, બિલ્ડીંગ અથવા ઓફિસોમાં નાનું કે મોટું અને સરકાર ધારા ધોરણો પ્રમાણે નડતરરુપ ન હોય તેવા બાંધકામોને આનાથી કાયદેસર થવાની તક મળવાની છે.

નોંધનીય એ છે કે ગેરકાયદે બાંધકામનાં નામે જે તોડબાજો રાત-દિવસ લોકો અને બિલ્ડરોને હેરાન પરેશાન કરતા હતા તેમાંથી પણ તેમને મોટી રાહત મળવાની છે. ગેરકાયદે બાંધકામનાં નામે લોકો પાસેથી રુપિયા ખંખેરતી ટોળકીઓ આનાથી છાતીનાં પાટીયા બેસી જવાના છે એ પાક્કું છે. આ ઉપરાંત સરકારની તિજોરી પણ છલકાઈ જવાની છે.

ભૂતકાળમાં સુરતમાં તે સમયના મ્યુનિસિપલ કમિશનર સુંદરમૂર્તિ જગદીશન દ્વારા પહેલીવાર સુરતમાં ઈમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. બાદમાં તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં ઈમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp