રેકોર્ડ GDP ગ્રોથ છતા ઓગસ્ટ મહિનામાં 16 લાખ લોકોએ નોકરી ગુમાવી

PC: economictimes.indiatimes.com

સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીએ તાજેતરમાં બેરોજગારીના જે આંકડા બહાર પાડ્યા છે તે ચિંતા ઉભી કરનારા છે. દેશનો GDP અને GST કલેકશન વધી રહ્યા છે, પણ તેની સામે નોકરીઓ ગુમાવવાનો આંકડા વધી રહ્યો છે.

Gross domestic product (GDP)રેકર્ડ વધારો, GST કલેક્શનમાં ઉછાળો જેવા પોઝિટીવ ન્યૂઝની વચ્ચે ઓગસ્ટ મહિનામાં બેરોજગારીનો દર વધ્યો છે. અંદાજે 16 લાખ લોકોએ એક જ મહિનામાં નોકરી ગુમાવી છે જે દેશ માટે ચિંતાનો વિષય છે.સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંકડાને કારણે આ માહિતી સામે આવી છે.

CMIEના આંકડા મુજબ ભારતમાં ઓગસ્ટ-2021માં બેરોજગારીનો દર વધીને 8.32 ટકા થયો છે, જુલાઇ-2021માં 6.95 ટકા હતો. શહેરી બેરોજગારીનો દર લગભગ 1.5 ટકા વધીને 9.78 ટકા પર પહોંચી ગયો છે, જે જુલાઇ મહિનામાં 8.3 ટકા હતો. એ જ રીતે ગ્રામીણ બેરોજગારીનો દર 1.3 ટકા વધીને 7.64 ટકા થયો છે, જે જુલાઇ મહિનામાં 6.34 ટકા હતો.

સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના અહેવાલ મુજબ જુલાઇમાં કામ કરનારા લોકોની સંખ્યા 39.93 કરોડ હતી, જે ઓગસ્ટ મહિનામાં ઘટીને 39.77 કરોડ થઇ ગઇ છે. મતલબ કે 16 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રમાં 13 લાખ નોકરીઓ ગઇ છે.

સરકાર દ્રારા તાજેતરમાં જારી કરવામાં આવેલા એપ્રિલથી જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળાના આંકડા પરથી એવું લાગે છે કે ભારતીય અર્થતંત્રની ગાડી ફરી પટરી પર ચઢી ગઇ છે. નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPનો ગ્રોથ રેટ 20.1 ટકા રહ્યો છે.પરંતુ આટલી ઝડપથી GDP વધવા છતા ઓગસ્ટ મહિનામાં બેરોજગારીનો દર વધ્યો તે ચિંતાજનક બાબત છે.

 ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ અને સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ બેરોજગારીને લઇને સવાલ ઉઠાવ્યો છે. સ્વામીએ ટવીટ કરીને મિંટનો એક રિપોર્ટ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ઓર્ગેનાઇઝ્ડ અને અન ઓર્ગેનાઇઝ્ડ સેક્ટર બનેં મળીને કુલ 16 લાખ લોકોએ નોકરી ગુમાવી છે.

 ગયા વર્ષે કોરોના મહામારીની શરૂઆતથી  લાખો લોકોએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. આર્થિક ગતિવિધિઓ ધીરે ધીરે સામાન્યવત થઇ રહી છે, પરંતુ નોકરીઓની હાલતમાં સુધારો થયો નથી. હરિયાણા, રાજસ્થાન સહિત 8 રાજયોમાં હજુ પણ બેરોજગારીદનો દર  ડબલ આંકડામાં છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp