લોકડાઉનમાં લોકોએ ગેરકાયદે પાર્કિંગ કર્યું? સુરતમાં વાહનો ઉચકવા 92 લાખ ચૂકવાયા!

PC: deccanchronicle.com

સુરત શહેરમાં રસ્તા પર કે અડચણરૂપ વાહનો પાર્ક કરનારના વાહનો ઉંચકીને તેઓને દંડ કરવા નિમાયેલી એજન્સીને ટ્રાફિક પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન અને ત્યાબાદ પણ કામગીરી બંધ હોવા છતા 92.70 લાખ જેટલી માતબર રકમ ચુકવી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે.

આ મામલે એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ એન્ટી કરપ્શન બ્યુરોને તપાસ માટે ફરિયાદ કરી છે. જેમાં ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુંબે(આઈપીએસ) અને ટ્રાફિક એસીપી એપી ચૌહાણ અને અગ્રવાલ એજન્સીને આરોપી બનાવાયા છે. ફરિયાદ પૂર્વે સંજય ઈઝાવાએ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બિલો ચુકવાયા હોવાની માહિતી મેળવી હતી. આ ઉપરાંત પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય, .પોલીસ કમિશ્નરસુરત શહેર, ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય, અધિક મુખ્ય સચિવ, ગૃહવિભાગ, ગુજરાત રાજ્ય,  લોકાયુક્તા, ગુજરાત,  વિજીલન્સ કમિશ્નર, ગુજરાત રાજ્ય, ડી.જી.પી & ડીરેક્ટર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને પણ આ ફરિયાદ મોકલીને દિન 3 માં FIR નોંધીને તપાસ હાથ ધરવાની માંગણી કરી છે.

 શું છે અગત્યના મુદ્દાઓ. ?

1.) તારીખ 24 માર્ચ 2020થી 31 મે 2020 સુધી અંદાજે 69 જેટલા દિવસો ભારતભરમાં લોકડાઉન હતું. જે દરમ્યાન સુરત શહેરમાં પણ આવશ્યક સેવાઓ સિવાય અન્ય કોઈ પણ કાર્ય માટે લોકો બહાર નીકળેલ હતા નહી. એટલે કે રોડ પર કોઈ ટ્રાફિક થવાની સંભાવના નહીવત છે. સદર 22 જેટલી ક્રેનો ટ્રાફિકને અડચણરૂપ વાહનોના ટોઇંગ માટે રાખવામાં આવેલ છે. ટેન્ડર શરત મુજબ જેટલા દિવસ ટોઇંગ ક્રેન વાહનોના ટોઇંગ કરવાના ઉપયોગમાં લેવાય તેટલા જ દિવસનો ચાર્જ ચુકવવાનો રહેશે, માર્ચ મહિનામાં 8 દિવસ લોક્ડાઉન હોવા છતાં આ દિવસો બાદ પણ કાર્ય વગર લોગ બુક માં બંદોબસ્ત લખીને ખોટી રીતે અને નિયમ વિરુદ્ધ રૂ.  20,27,599 ની ચુકવણી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી. 

2.) એપ્રિલ 2020 આખા મહિના લોક્ડાઉન હોવા છતાં, ફોર વ્હીલ અને ટુ વ્હીલ ટોઇંગ ક્રેનના લોગ બુકમાં બંદોબસ્ત, પેટ્રોલિંગ, ટોઇંગ, એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉન લઇ જવાનું કામ મોટાભાગના દીવસોમાં બતાવવામાં આવેલ છે, જે પેટે અપ્રિલ મહિનામાં રૂપિયા 15.28 લાખ ની ચુકવણી કરેલ છે. જે ટેન્ડરની શરત વિરુધ્ધ છે. આવું કોઈ કાર્ય આવશ્યક સેવામાં આવતું નથી અને એવી કોઈ જરૂરિયાત હોય તેમ હોઈ શકે નહી. રોજ આટલા બધા વાહનો ની હેરફેર થઇ હોય તો તેનું યોગ્ય કારણ દેખાતું નથી.

3.) મે 2020 આખો મહિના લોક્ડાઉન હોવા છતાં, ફોર વ્હીલ અને ટુ વ્હીલ ટોઇંગ ક્રેન ના લોગ બુકમાં બંદોબસ્ત, પેટ્રોલિંગ, સ્ટેન્ડ બાય, ટોઇંગ, એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉન લઇ જવાનું કામ મોટાભાગના દીવસોમાં બતાવવામાં આવ્યુ છે, જે પેટે મે મહિનામાં રૂપિયા 22, 52, 399 ની ચુકવણી કરાય છે.

4) જુન 2020 માં અનલોક શરુ થયું હોવા છતાં જરૂરિયાત વગર ફોર વ્હીલ અને ટુ વ્હીલ ચાલકો રસ્તા પર ઉતરતા નહોતા. છતા ટોઇંગ ક્રેન ના લોગ બુકમાં બંદોબસ્ત, પેટ્રોલિંગ, સ્ટેન્ડ બાય, વાહન ટોઇંગ બતાવેલ આવેલ છે જે પેટે મે મહિનામાં રૂપિયા 26,99,999ની ચુકવણી કરી છે. જે ટેન્ડરની શરત વિરુધ્ધ અને અંગત લાભ માટે કરવામાં આવી છે.

 5) જુલાઈ 2020 માં અનલોક શરુ હતું, જરૂરિયાત વગર ફોર વ્હીલ અને ટુ વ્હીલ ચાલકો રસ્તા પર ઉતરતા નહોતા. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે આઈ ફોલો અંતર્ગત કાર્યક્રમોનું પણ આયોજન કરીને વાહનો ટોઇંગ કરવાના પણ બંધ કર્યું. ટોઇંગ ક્રેન ના લોગ બુકમાં મોટા ભાગે નીલ, ૦૦, બંધ વાહન ટોઇંગ બતાવવામાં આવ્યું છે. જે પેટે જુલાઈ મહિનામાં રૂપિયા  27,89,999  ની બીલ તારીખ:- 31 જુલાઈ 2020ના રોજ અગ્રવાલ એજન્સી દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જે ચુકવણી અંગે તારીખ:-8 ઓગષ્ટ 2020ના રોજ નાયબ પોલીસ કમિશ્નરને પત્ર લખીને પેમેન્ટ અંગે સ્પષ્ટતા માંગેલ હતી. જેમાં મદદનીશ પોલીસ કમિશ્નરના મત મુજબ અગ્રવાલ એજન્સી દ્વારા તારીખ 6 જુલાઈથી થી 31 જુલાઈ 2020 સુધી દિન 26 ની કામગીરી નીલ હોય જેથી સદરહુ એજન્સીને માહે- જુલાઈ /2020 નું બિલની ચુકવણી કરવી કે કેમ ? તે અંગે યોગ્ય આદેશ થવા વિનંતી છે.

ઉપરોક્ત વિસંગતા અંગે નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા એક પણ ક્ષણ વિચાર્યા વગર આગોતરા નક્કી કરવામાં આવેલ જેમ “ i follow campaign ના કારણે તમામ crain stand to માં હતી, stand to માં હાજર હોય તો બીલ ની ચુકવણી કરવામાં આવે.”  જવાબ લખીને પેમેન્ટ કરવા માટેના હુકમ કરવામાં આવેલ હતા. જે આ ટોઇંગ ક્રેન ના ટેન્ડર શરતની વિરુધ્ધ છે, સત્તાના દુરુપયોગથી થયેલ ચુકવણી છે.

6) ઓગસ્ટમાં અનલોક શરુ થયેલ હોવા છતાં જરૂરિયાત વગર ફોર વ્હીલ અને ટુ વ્હીલ ચાલકો રસ્તા પર ઉતરતા નહોતા, છતા ટોઇંગ ક્રેનના લોગ બુકમાં બંદોબસ્ત, સ્ટેન્ડ બાય, નીલ, વાહન ટોઇંગ બતાવામાં આવેલ છે, છતાં ઓગસ્ટ પેટે કોઈ પણ કપાત વગર રૂપિયા 27,98,999/- ની ચુકવણી કરેલ છે. જે ટેન્ડર ની શરત વિરુધ્ધ અને અંગત લાભ માટે કરવામાં આવેલ છે તેવું ચોક્ક્ખું દેખાય છે.

 માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 સુધી ટોઇંગ ક્રેન ના ભાડા પેટે ના પેમેન્ટમાં થયેલ વિસંગતા.

 માર્ચ 2020માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચ્ચે ટુ વ્હીલ ની 20 હાજરી અને ફોર વ્હીલની 28 હાજરીનો તફાવત છે. એટલે કે 1,97,599ના વધારાની ચુકવણી થયેલ હોવાનું દેખાય રહ્યું છે. એપ્રિલ 2020 માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચે ટુ વ્હીલ ની 57 હાજરી અને ફોર વ્હીલ ની 75 હાજરીના તફાવત છે. એટલે કે રૂ. 5,42,999.78 ના વધારાની ચુકવણી થયેલ છે એવું દેખાય છે. મે 2020 માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચ્ચે ટુ વ્હીલ ના 136 ની હાજરી અને ફોર વ્હીલ ની 72 હાજરીનો તફાવત છે. એટલે કે રૂ. 8,46,399.74 ના વધારાની ચુકવણી થયેલ છે એવું દેખાય છે. જુન 2020 માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચે ટુ વ્હીલ ના 53 હાજરી અને ફોર વ્હીલ ના 40 હાજરીનો તફાવત છે. એટલે કે રૂ 3,79,999.87ના ના વધારાની ચુકવણી થયેલ છે એવું દેખાય છે. જુલાઈ 2020 માં ટોઇંગ ક્રેન લોગ બુકમાં થયેલ એન્ટ્રી અને ચૂકવેલ પેમેન્ટ વચે ટુ વ્હીલ ની 260 હાજરી અને ફોર વ્હીલ ની 315 હાજરીનો તફાવત છે. એટલે કે રૂ. 23,62,999.08 ના વધારાની ચુકવણી થયેલ છે એવું દેખાય છે.

 

તારીખ  24 માર્ચ 2020થી ભારતભરમાં લોકડાઉન શરુ હોવા છતા ખોટી રીતે લોગબુક ભરીને અપ્રિલ, મે, જુન, જુલાઈ મહિનાના બીલ પેટે કુલ રૂપિયા 92, 70, 397 થી પણ વધારે રકમ ચૂકવેલ છે. જેને તપાસના દાયરામાં લાવવા માંગણી કરેલ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp