ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર

PC: pspprojects.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણ મુજબ પગાર સુધારણાનો લાભ સ્કેલ ટુ સ્કેલ આપવાનો નિર્ણય કર્યો છે. આવા કર્મચારીઓને તા. 1 જાન્યુઆરી-2019થી સાતમા પગાર પંચ મુજબના પગાર ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવશે. જ્યારે કે તા. 1 જાન્યુઆરી-2016થી તા. 31 ડિસેમ્બર-2018 સુધીના પગાર ભથ્થા પેટે ચૂકવવાની થતી એરિયર્સની રકમ ભારત સરકાર તરફથી મળવાપાત્ર તફાવતની રકમ મળ્યા બાદ રાજ્ય સરકાર નિયત કરે તે મુજબ ચૂકવવામાં આવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે તા.1/1/2016 થી તા.31/3/2019 સુધીનું કુલ એરિયર્સ 904.21 કરોડ રૂપિયા ચૂકવવાનું થાય છે તે પૈકી ભારત સરકાર પાસેથી પ0 ટકા લેખે રૂપિયા 452.11 કરોડ મળવાપાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp