9 નગર પાલિકાઓને નવા વર્ષની મોટી ભેટ આપવા જઇ રહી છે ગુજરાત સરકાર
ગુજરાત સરકાર 9 નગર પાલિકાઓને મોટી ભેટ આપવા માટે જઇ રહી છે. 25 ડિસેમ્બરે સરકાર સુશાસન દિવસની ઉજવણી કરશે ત્યારે આ જાહેરાત થઇ શકે છે.ગુજરાત સરકારે બજેટ 2024-25માં જાહેરાત કરી હતી કે 9 નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવશે.
આ 9 નગર પાલિકાઓમાં નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર, ગાંધી ધામ, મોરબી, પોરબંદર અને આણંદનો સમાવેશ થાય છે જેમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઇ શકે છે.
આ બદલાવને કારણે હવે જે પાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં મોટો બદલાવ થશે. કુલ 85 નગરપાલિકાઓ અત્યારે છે. આ જે નવી મહાનગર પાલિકોઓ બનશે તેમાં કેટલીક નગર પાલિકાઓને ભેળવી દેવામાં આવશે એટલે 60 નગર પાલિકાઓમાં ચૂંટણી થશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp